સુરેન્દ્રનગર શહેરમાં રેલવે ઓવરબ્રિજ માં વારંવાર ગાબડા પડવાની સ્થિતિના કારણે સમગ્ર બ્રિજ જર્જરીત બને તે પહેલા એન્જિનિયર દ્વારા ચકાસણી કરાવી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા શહેરના જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં રેલવે ઓવરબ્રિજ માં ત્રણ ચાર મહિને એકવાર ગાબડા પડવાની સ્થિતિ ઊભી થાય છે. જેના પાછળનું મુખ્ય કારણ આ પૂલનું નબળું બાંધકામ તેમજ ઓવરલોડ ટ્રકો પસાર થતા હોવાથી ગાબડા પડવાની સ્થિતિ ઉદ્ભવે છે.સુરેન્દ્રનગર શહેર મધ્ય પસાર થતી રેલ્વે લાઈન ને ફાટકમુક્ત બનાવવા આશરે 10 વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ અને વઢવાણના ધારાસભ્ય શ્રીમતી વર્ષાબેન દોશીની ઉપસ્થિતિમાં ખાતમુરત કરવામાં આવ્યું હતું. આશરે 28 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ ઓવરબ્રિજ નું ઉદઘાટન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય તરીકે ધનજીભાઈ પટેલ હતા. આ ઓવર બ્રિજને હજુ દસ વર્ષ પણ પૂર્ણ થયા નથી ત્યાં તેમાં અનેક જગ્યાએ ગાબડા પડવાની સ્થિતિ ઉદ્ભવી છે. આ બ્રિજ ઉપર અને બ્રિજ નીચે છતમાંથી પોપડા પડવાના બનાવ બાદ તેનો અનેક વાર સમારકામ થઈ ચૂક્યું છે. ત્યાં ગત તારીખ 10 એપ્રિલ 2023 ને સોમવારે દેરાસર થી ડાબી તરફ ઢાળ ચડતા પુલમાં ગાબડું પડ્યા ની જાણ થતાં એટલો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ બનાવની જાણ થઈ તેને 24 કલાક વિત્યા છતાં હતા હજુ તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું નથી.