અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આજરોજ પુર્ણ કરી 441 ગાયોને ગૌ રક્ષક દળ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું

  વિજપડી ગામમાં ગૌ સેવા માટે યુવા ગૌ રક્ષક દળ દ્વારા લમ્પી રોગને ડામવા માટે રસીકરણ કરવામાં આવ્યું હતું જ્યારે માલઢોર રોડે રઝળપાટ કરતી ગાયોને બચાવી શકે તેટલાં પ્રયાસ કરી ગામની શેરીઓમાં અને ગલીઓમાં સાવ નિરાધાર બની ને બેઠેલી ગાયો માટે ગૌ સેવા કરવા માટે વિજપડી ગામના સરપંચ સાથે મળીને જોડાઈ ગયા હતા

  પોતાના રોજગાર ધંધો પડતા મૂકીને એ યુવા ગૌ રક્ષક દળ દ્વારા થાય એટલી નહીં પણ પુરેપુરી સેવા આપી નિરાધાર ગાયોને રોગથી બચાવીને ઉમદા કાર્ય પૂર્ણ કરી સેવા આપી હતી

  આ ટીમ સાથે ડૉક્ટર અતુલભાઈ.. તથા ડૉ ભરતભાઈ.. ડૉ ભાવેશભાઈ કાતરીયા ગાયોને રસીકરણ આપ્યું હતું

 રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા