લાખણીના ગેળા ખાતે આવેલ શ્રી હનુમાન દાદાના વિશ્વ પ્રસિદ્ધ શ્રીફળ મંદિરે ખ્યાતનામ સાહિત્યકાર સાંઈરામ દવેએ આસ્થાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
લાખણી તાલુકાના ગેળા ગામે શ્રી હનુમાન દાદાનું વિશ્વ પ્રસિદ્ધ શ્રીફળ મંદિર આવેલું છે. જ્યાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. તેમજ દર શનિવારે મેળો ભરાય છે. શ્રી હનુમાન દાદાના શ્રીફળ મંદિરે શ્રીફળ રડતું મૂકવાની પરંપરા ચાલી આવે છે.
જે શ્રી હનુમાન દાદાના પરચા તેમજ શ્રદ્ધાની વાતો સાંભળી દેશ-વિદેશમાં ડાયરા થકી પ્રખ્યાત થયેલા વિશ્વપ્રસિદ્ધ સાહિત્યકાર અને મોટીવેશનલ સ્પીકર ગુજરાતના પનોતા પુત્ર સાંઈરામ દવે ગેળા ગામે આવી શ્રી હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
તેમજ શ્રીફળનો વિશાળ પર્વત જોઈ અચંબિત થઈ ઉઠ્યા હતા. તથા તેઓએ પણ તેલ સિંદુરની સાથે સાથે દાદાને શ્રીફળ ચડાવી હનુમાન દાદાનો જય જયકાર કર્યો હતો.