મુન્નાભાઈ MBBS ઝડપાયો: અમીરગઢના ખારા ગામમાં ડિગ્રી વગર પ્રેકટિસ કરતો બોગસ ડોકટર ઝડપાયો, એલોપેથિક દવાનો જથ્થો પણ મળી આવ્યો
બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં તબીબી ડિગ્રી વગર જ દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા બોગસ ડોકટરને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. પોલીસે દવાખાનામાંથી એલોપેથિક દવાનો જથ્થો પણ જપ્ત કર્યો હતો.
અમીરગઢ તાલુકાના ખારા ગામમાં હરજીભાઈ નામનો શખ્સ કોઈ તબીબી ડિગ્રી વગર જ દવાખાનું ચલાવી લોકોની સારવારના નામે આરોગ્ય સાથે ચેડા કરતો હતો. એસઓજીને જાણ થતા ખારા ગામમાં દરોડો પાડી બોગસ ડોકટરને ઝડપી પાડ્યો હતો. પોલીસે દવાખાનામાંથી સાડા છ હજાર રૂપિયાની એલોપેથિક દવાનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો.