જીવદયા-રાષ્ટ્રનિર્માણ સંસ્થાનો પદગ્રહણ સમારોહ: ડીસામાં શ્રી મહાવીર યુવા સંગઠનના નવા પ્રમુખની વરણી; 33 વર્ષથી કાર્યરત જૈન સંઘ સેવાકીય પ્રવૃત્તિ કરે છે
ડીસામાં છેલ્લા 33 વર્ષથી જૈન સંઘની સેવાકીય સંસ્થા શ્રી મહાવીર યુવા સંગઠનનો પદગ્રહણ સમારોહ ડીસાના જૈન ભોજનશાળા ખાતે વિક્રમ શેઠના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં સંસ્થાના પ્રમુખ પરેશ લૂંકડે સંસ્થાની માહિતી આપી હતી. તેમજ વાર્ષિક પ્રવૃત્તિનો અહેવાલ સંસ્થાના મંત્રી અલ્પેશ કોઠારીએ આપી નવીન વર્ષના હોદ્દેદારોની પદગ્રહણ વિધિ કરાવવામાં આવી હતી.જેમાં નવીન વર્ષના પ્રમુખ તરીકે શ્રેણિક મોરખીયા, ઉપપ્રમુખ અલ્પેશ કોઠારી, મંત્રી કમલેશ છાજેડ, સહમંત્રી મેઘ મહેતા અને ખજાનચી તરીકે સુરેશ છાજેડની નિમણૂક કરવામાં આવી હતી. આ પ્રસંગે જૈન સંઘના પ્રમુખ દિનેશ ઠાકરશી તેમજ જૈન સમાજના આગેવાનો કાટ રાજપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓ સહિત યુવા અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવીન વર્ષના હોદ્દેદારોને અને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.