કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ખાદ્ય પદાર્થો નું ચેકીંગ દરમિયાન દંડનીય કાર્યવાહી કરવામાં આવી... પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે તાલુકા હેલ્થ ઓફિસર પી.એમ. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ શિહોરી બજારમાં કરિયાણા ની દુકાનો. ફરસાણ ની દુકાનો. પાન બીડી ના ગલ્લા અને હોટલો તેમજ શાકભાજી અને ફળો ની લારીઓ અને પકોડી.પાઉંભાજી ની લારીઓ પર સેનીટેશન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કુલ મળીને 34 જેટલા વહેપારીઓ પાસે થી 5700 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને અખાદ્ય પદાર્થો નો 20 કિલો ના જુદાજુદા જથ્થા નો નાસ કરાયો હતો અને જુદી જુદી ચાર ટીમો બનાવી ને સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન દંડનીય કાર્યવાહી કરવામાં આવતા ભેળસેળિયા વહેપારીઓ માં ફફડાટ ફેલાયો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કેરી ના કેરેટ માંથી કાર્બોરાઈટ ની પડીકીઓ મળી આવતા આરોગ્ય વિભાગ કર્મચારીઓ પણ દંગ રહી ગયા હતા ત્યારે તેમણે તરતજ કેરીનો જથ્થો કબજે કરી ને નાશ કર્યો હતો

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા