સિહોર પાલિકામાં કામદારોની ભરતીમાં ભાજપનો મામકાવાદ સિનિયોરિટી-લાયકાતને નેવે મુકી માનીતાને મુક્યા, સામાજીક વર્ગ ભરતીની જગ્યા ખાલી સિહોર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોની ભરતીના મુદ્દે કોંગ્રેસ વિફર્યું છે. અને તાજેતરમાં મળેલી સાધારણ સભામાં પણ કોંગ્રેસના વાર સહન નહીં થતાં શાસક ભાજપના સભ્યોને સભાગૃહ છોડવાનો વારો આવ્યો હતો. સફાઈ કામદારોની ભરતીના વિવાદમાં શાસકો દ્વારા સિનિયોરીટી અને લાયકાતને કોરાણે મૂકી મામકાઓની ભરતી કરી હોવાના આક્ષેપને ખંડિત પણ કરી શક્યા નથી. સિહોરમાં કામદારોને કાયમી કરવામાં શાસક ભાજપ દ્વારા મનમાની ભર્યા નિર્ણયો કરી સગા વહાલાઓની ભરતી કર્યાના વિપક્ષ દ્વારા આક્ષેપો કરી વધુમાં તંત્રને શાસકોનો ગેરવહીવટ બહાર પાડતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી સિહોર નગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરવા અંગે સરકાર પાસેથી જરૂરી મંજુરીઓ મેળવવી જોઈએ તે મેળવેલી નથી.