ડીસા નગરપાલિકા ના કર્મચારીઓ અને નગરસેવકો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઇ..

ડીસા નગરપાલિકા ના કર્મચારીઓ અને નગરસેવકો વચ્ચે સુમેળ જળવાઈ રહે અને સહકારની ભાવનાથી લોકોના કામકાજ સરળતાથી થાય તે હેતુથી નગરપાલિકા ના કર્મચારીઓ અને નગરસેવકો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું..

ડીસા સ્પોર્ટ ક્લબ મેદાન માં નાઈટ ક્રિકેટ મેચ યોજાઇ હતી..

જેમાં નગરસેવક ટીમના કેપ્ટન બાંધકામ સમિતિના ચેરમેન રાજુ ઠાકોર અને કર્મચારી ટીમના કેપ્ટન તરીકે પાલિકાના ઇજનેર સુરેશ જાદવ રહ્યા હતા..

કર્મચારી ટીમ દ્વારા પ્રથમ દાવ લઈ નિર્ધારિત 12 ઓવર ની મેચમાં 134 રન બનાવ્યા હતા..

 જેમાં સંદીપ અને નરેશે ખૂબ જ ઉત્કૃષ્ટ બેટિંગ કરી હતી. જ્યારે નગરસેવકોની ટીમમાં દંડક શૈલેષ પ્રજાપતિએ તોફાની બેટિંગ કરી પાંચ છગ્ગા સાથે 42 રન બનાવ્યા હતા..

જોકે નગર સેવક ની ટીમ 67 રને ઓલ આઉટ થતા કર્મચારીઓનો ટીમનો વિજય થયો હતો, આ પ્રસંગે વેયર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, પૂર્વ જિલ્લા મહામંત્રી અમરત દવે, સંજય બ્રહ્મભટ્ટ, નિલેશ ઠક્કર, રમેશ દેલવાડીયા, અશોક પટેલ સહિતની ઉપસ્થિતિમાં ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી..