મુક્તિધામનું નામ પડે એટલે સારા સારાના હાજા ગગડી જાય છે. મુક્તિધામમાં કોઈ જવાનું પસંદ કરતું નથી. પરંતુ ડીસામાં બનેલું મુક્તિધામ સ્વર્ગને પણ ભુલાવી દે તેવું છે. ડીસામાં બનાસ નદીના કિનારે 14 વીઘામાં રૂપિયા 5થી 7 કરોડના ખર્ચે મુક્તિધામ બનાવવામાં આવ્યું છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અહીં અંતિમ સંસ્કાર માટે તો લોકો આવે છે. પરંતુ સાથે જન્મ દિવસની ઉજવણી, પ્રે વેડિંગ શૂટ માટે પણ લોકો આવી રહ્યાં છે. મુક્તિધામનું 80 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. પાંચ કરોડનો ખર્ચ થઇ ગયો છે.

14 વીઘામાં 5થી 7 કરોડના ખર્ચે તૈયાર કરાયું મુક્તિધામ...

ડીસામાં બનાસ નદી નજીક 14 વીઘા જેટલી જમીનમાં રૂપિયા 5થી7 કરોડના ખર્ચે મુક્તિધામ આકાર પામી રહ્યું છે.

આ મુક્તિધામ એ ફક્ત મુક્તિધામ જ નહીં પરંતુ ડીસા સહિત આસપાસના વિસ્તારના લોકો માટે પિકનીક પોઇન્ટ કે પ્રિ વેડિંગ શૂટિંગ પોઇન્ટ સાબિત થઇ રહ્યું છે.

આ મુક્તિધામ લોકો માટે ભયમુક્ત મુક્તિધામ બની ગયું છે.સામાન્ય રીતે મુક્તિધામમાં કોઇ જવા માંગતું નથી. અહીં લોકો ભય અનુભવતા હોય છે. પરંતુ ડીસામાં બની રહેલું મુક્તિધામમાં લોકો ભય મુક્ત થશે.

આ મુક્તિધામની એન્ટ્રીને જ કોઈ રિસોર્ટ કે પાર્ટી પ્લોટની એન્ટ્રી હોય તેવી તૈયાર કરવામાં આવી છે. આ મુક્તિધામમાં અંતિમક્રિયા માટે આધુનિક ડિઝાઇન વાળો સિમેન્ટ ડોમ તૈયાર કર્યો છે.

બાળકોની દફનક્રિયા માટે અલગ જગ્યા ફાળવાઈ છે. મુક્તિધામમાં પ્રાર્થના ખંડ, સિનિયર સિટિઝનો માટે લાયબ્રેરી હોલ, વિશાળ બાગ બગીચો,બાળકો માટે રમત ગમતના સાધનો, સ્મૃતિ પરિસર, સ્નાનગૃહ, શૌચાલય સહિતની સુવિધા છે.

તેમજ ગ્રામ્ય સંસ્કૃતિ ધરાવતું પેટિંગ, વર્ષો જૂનો કૂવો જેમાં તમામ શકુંલનું વેસ્ટ પાણી તેમજ વરસાદનું પાણી જુના કુવામાં રિચાર્જ કરાય છે.

મુક્તિધામ બે ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં એક ભાગ માત્ર અંતિમક્રિયાઓ માટે છે.બીજા ભાગમાં લોકો પિકનિક માટે હરવા ફરવા આવી શકે.

આ મુક્તિધામની સુંદરતાને જોઈ કેટલાક લોકો તો અહીં પ્રિવેડિંગ શૂટ માટે પણ આવી રહ્યાં છે.

ત્યારે અત્યાર સુધી 5 કરોડના ખર્ચે માત્ર 80 ટકા જેટલું કામ જ પૂર્ણ થયું છે. આ 80 ટકા કામ પૂર્ણ થતાં જ આ મુક્તિધામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

માત્ર રૂપિયા 1 ના ટોકનમાં જ કોઈ પણ વ્યક્તિની અહીં અંતિમક્રિયા થઈ રહી છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિની અંતિમ ક્રિયા માટે કાસ્ટનો ખર્ચ જ 3000-4000 થઇ જતો હોય છે. પરંતુ આ મુક્તિધામને 80 વર્ષ માટે કાસ્ટના દાતા પણ નિઃશુલ્ક આપનાર મળી જતા કોઈ પણ ગરીબ વ્યક્તિ પણ પોતાના સ્વજનની આસાનીથી અંતિમ ક્રિયા કરાવી શકે છે.