કોપી રાઈટ એક્ટ મુજબ કોપીરાઇટ માલિકને મળેલા અન્ય વિશિષ્ટ અધિકારોનો ઉપયોગ અન્ય કોઈપણ વ્યક્તિ લેખિત પરવાનગી વગર કરી ન શકે.તેમ છતાંય ટી સિરીઝ કંપનીના ફિલ્મોના મ્યુઝિક તેમજ ઓડિયો ગીતોનો બિન અધિકૃત રીતે, લાયસન્સ પરવાનગી વગર લગ્ન પહેલાના પ્રીવેડિંગ આલબમની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી તથા લગ્ન તેમજ અન્ય પ્રસંગોમાં વિડીયોગ્રાફીના ડેટાનો ઉપયોગ કરી વેપાર કરતા હોય છે. તેમજ આવા ઓડિયો મિક્સિંગ કરી ડેટા બેક અપ રાખી વેપાર કરતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.ખંભાતના ઉંદેલ ખાતે ટી સિરીઝ કંપનીના ઓડિયોને મિક્સિંગ કરી કોપીરાઈટના ઉલ્લંઘન બદલ ફોટો સ્ટુડિયો વાળા વિરુદ્ધ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ટી સિરીઝ કંપનીના એન્ટી પાયરસી એક્ઝિક્યુટિવે  ફરિયાદ નોંધાઇ છે.

મળતી માહિતી ના આધારે ખંભાત ગ્રામ્ય વિસ્તારના ઉંદેલ ગામમાં આવેલ મોટા ફળિયા સામે આવેલા એક મકાનમાં રહેતા મિહિરસિંહ દિલીપભાઈ ચાવડા પોતાના મકાનમાંથી ટી સિરીઝ કંપનીના હકો વાળી ફિલ્મોના મ્યુઝિક તથા ઓડિયો ગીતોનું બિનઅધિકૃત રીતે લાઇસન્સ પરવાનગી વગર પ્રીવેડિંગ આલ્બમ તથા લગ્ન પ્રસંગ ના વિડીયો શુટીંગ ના વિડીયો ડેટામાં ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે વેપાર કરી રહ્યો છે. જે માહિતીના આધારે ખાનગી રાહે રેડ કરી તપાસ કરતા કોપીરાઇટ પુરાવાઓ મળ્યા હતા.જેથી સી.પી.યું સહિત 50,000ના મુદ્દામાલને કબજે કરી ફોટો સ્ટુડિયોવાળા સામે કોપી રાઈટ એક્ટ ઈસવીસન 1957 ની કલમ 51, 63, 65, 68(A) મુજબની ફરિયાદ ટી સિરીઝ કંપનીના એન્ટી પાયરસી એક્ઝિક્યુટિવ ચિરાગ પ્રવીણભાઈ પટેલે નોંધાઈ છે.પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(સલમાન પઠાણ-ખંભાત)