IPLનું સ્લોગન છે, 'Yatra Pratibha Avsara Prapnotihi', જેનો અર્થ થાય છે, where talents meets opportunity (જ્યાં ટેલેન્ટેડ પ્રતિભાઓને તક મળે છે). ત્યારે IPL 2023ની 13મી મેચમાં KKR માટે એક નવો સુપરસ્ટાર ઉભરી આવ્યો છે. આ સુપરસ્ટારનું નામ છે રિંકુ સિંહ. કોલકાતા નાઇટ રાઈડર્સને ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી ઓવરમાં જીતવા માટે 29 રનની જરૂર હતી અને માત્ર 3 વિકેટ બાકી હતી. રિંકુએ અહીંથી જે કર્યું તે એક ઐતિહાસિક પરાક્રમ હતું અને તે ક્રિકેટમાં ક્યારેક જ જોવા મળશે. તેણે છેલ્લી ઓવરમાં પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને ટીમને શાનદાર જીત અપાવી હતી. ત્યારે હવે લોકોના મુખે માત્ર આ ક્રિકેટરનું જ નામ ચર્ચાઈ રહ્યું છે.

છેલ્લા 6 બોલ અને 29 રનનો ટાર્ગેટ. લગભગ અશક્ય પરંતુ અહીં એક નામ ચમક્યું, જે હવે બધે જ ચર્ચાઈ રહ્યું છે... રિંકુ સિંહ. રિંકુએ સતત 5 બોલમાં 5 સિક્સર ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સને જીત અપાવી હતી.

તે માત્ર જીત્યો જ નહીં, તેણે ઘણા રેકોર્ડ તોડ્યા. રિંકુ પહેલા અત્યાર સુધી કોઈ ખેલાડીએ T20 લીગ કે ઈન્ટરનેશનલ ક્રિકેટની 20મી ઓવરમાં સતત 5 સિક્સ ફટકારીને પોતાની ટીમને જીત અપાવી ન હતી. છેલ્લી ઓવરમાં સૌથી વધુ 29 રન બનાવીને જીતવા માટેનો રેકોર્ડ પણ બનાવ્યો આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ 20મી ઓવરમાં 23 રન બનાવીને ચેન્નઈને જીત અપાવી ચુક્યો છે.

કોલકાતાએ રિંકુને 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ રિંકુને માત્ર 20 લાખ જ મળવાની આશા હતી. તે પણ તેના માટે ઘણું હતું. કારણ કે પરિવાર ગરીબ હતો.

રિંકુ આજે આઈપીએલનો સૌથી લોકપ્રિય સ્ટાર છે, પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે રિંકુ સિલિન્ડરની ડિલિવરી કરતો હતો. આર્થિક સ્થિતિ એટલી ખરાબ આવી પડી હતી કે કચરા- પોતા પણ કર્યા હતા.

KKRને આપેલા ઈન્ટરવ્યુમાં રિંકુએ પોતાના જીવન વિશે વાત કરી હતી. તેણે કહ્યું, "પરિવારમાં 5 ભાઈઓ છે. પપ્પા સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતા. અમે પાંચેય ભાઈઓ પણ કામ કરાતા હતા, જ્યારે કોઈ હાજર ન હોય ત્યારે તેઓ લાકડી વડે મારતા હતા. અમે બધા ભાઈઓ બાઇક પર 2-2 સિલિન્ડરો લઈને તેને હોટલ અને ઘરે ડિલીવરી કરવા જતા હતા. બધાએ પિતાજીને પણ સાથ આપ્યો અને જ્યાં પણ મેચ હોય ત્યાં બધા ભાઈઓ સાથે રમવા જતા હતા.

આ વિસ્તારમાં બીજા 6-7 છોકરાઓ હતા, જેમની સાથે તે પૈસા ઉઘરાવીને બોલ લાવતા. ટેનિસ અને લેધર બોલથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. અલીગઢ, યુપીમાં મોર્ડમ સ્કૂલ તરફથી ક્રિકેટ પણ રમ્યા હતા. ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટમાં 32 બોલમાં 54 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી.

શરૂઆતમાં ક્લબમાં ક્રિકેટ રમવાના પૈસા ન હોવાથી સરકારી સ્ટેડિયમમાં કાર્ડ બનાવીને પ્રેક્ટિસ કરતા હતા. મેચ રમવા માટે પૈસા ખર્ચવા પડતા હતા, જ્યારે પરિવાર પાસે પૈસા માંગતા ત્યારે તેઓ કહેતા હતા કે તમે ભણો.

પપ્પા હંમેશા મને રમવાની ના પાડતા હતા, મમ્મી થોડો સપોર્ટ કરતી હતી. શહેરની નજીક એક ટુર્નામેન્ટ હતી, તેના માટે પૈસાની જરૂર હતી. મમ્મીએ દુકાનમાંથી એક હજાર રૂપિયા ઉધાર લઈને આપ્યા હતા

રિંકુની કહાનીમાં આગળ વધતા પહેલા જાણીએ. 5 સિક્સર માર્યા પછી શું કહ્યું અને જુઓ તસવીર...

મેચ બાદ રિંકુએ કહ્યું, "હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું અને મારા પિતાએ ઘણો સંઘર્ષ કર્યો હતો. મેં મેદાનની બહાર જે પણ શૉટ્સ માર્યા તે તેમને જ સમર્પિત છે જેમણે અત્યાર સુધી મારા માટે બલિદાન આપ્યું છે."

KKRની જીત બાદ અલીગઢ સ્ટેડિયમ પાસેનું નાનું 2 રૂમનું ઘર દરેક જગ્યાએ ચર્ચામાં છે. જેમાં રિંકુ તેના 5 ભાઈ-બહેન અને માતા-પિતા સાથે રહેતો હતો. હવે IPLમાં તેના આગમન પછી બધું બદલાઈ ગયું છે.

રિંકુએ IPL સિલેક્શનની કહાનીપણ જણાવી હતી. રિંકુએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, "મને લાગ્યું કે હું 20 લાખમાં જઈશ, પરંતુ મને 80 લાખમાં ખરીદવામાં આવ્યો. પહેલી વાત જે મનમાં આવી કે મોટા ભાઈના લગ્નમાં હું પણ કંઈક મદદ કરી શકીશ. હું મારી બહેનના લગ્ન માટે પણ થોડી બચત કરીશ અને એક સારા ઘરમાં શિફ્ટ શઈ જઈશું.

3 વર્ષ પહેલા પરિવાર પર 5 લાખની લોન હતી. લોન ચુકવવામાં મુશ્કેલીઓ પડી રહી હતી. આ અમારા માટે સંભાળવું મુશ્કેલ હતું. હું 9મું નાપાસ છું. હું જાણું છું કે ક્રિકેટ જ એકમાત્ર તક છે.

જ્યારે તે યુપીની અંડર-19 ટીમમાં રમી રહ્યો હતો ત્યારે ત્યાંથી મળેલી રિપ્રેજન્ટેશનની રકમ આ લોનની ચુકવણીમાં જતી રહેતા હતી. 2 વર્ષ પહેલા ભારત અંડર-19 માટે પણ તક મળી પરંતુ અંડર-19 વર્લ્ડ કપમાં રમી શક્યો નહીં. પરિવારની મુશ્કેલીઓને જોતા સંપૂર્ણ ધ્યાન ક્રિકેટ પર કેન્દ્રિત કરવું પડ્યું હતું.

રિંકુ કહે છે- જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો, લાગે છે કે ભગવાન એ દિવસોની ભરપાઈ કરી રહ્યા છે