ધાનેરા ના નેગાળા ગામમાં એક ખેડૂત પર હુમલો કર્યા બાદ રીંછ પાંજરે પુરાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો..

ધાનેરાના નેગાળા ગામમાં રીંછનું રવી ગામથી રેસ્ક્યુ કરતા સ્થાનિક લોકોએ હસ્કારો લીધો

ધાનેરા તાલુકાના નેગાળા ગામમાં આવેલા રીંછનું રવી ગામથી રેસ્ક્યુ કરતા સ્થાનિક લોકોએ હાશકારો લીધો છે..

ગઈકાલે નેગાળા ગામ પાસે રીંછ દેખતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો.. 

રીંછે એક ખેડૂતપર હુમલો કરતા ખેડૂતને પગના ભાગે ઈજા પહોંચતા લોકો એ તેમને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને રીંછની જાણ વન વિભાગને કરી હતી..

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા સરહદી વિસ્તાર માં ગઈકાલે નેગાળ ગામની સિમ પાસે રીંછ દેખાતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો..

રિંછ દ્વારા એક ખેડૂત પર હુમલો કરતા વ્યક્તિના પગના ભાગે ઇજાઓ પહોંચી હતી જેથી વ્યક્તિને સારવાર માટે સ્થાનિક લોકોની મદદ થી નજીક ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો..

જોકે સ્થાનિક લોકોએ રેન્જ સહિત ફોરેસ્ટ વિભાગ ને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ ના અધિકારીઓ તત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા..

નેગાળા ગામની સીમની આસ પાસ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરું મૂકી પકડવાની તજવીજ હાથ ધરી હતી, વન વિભાગ ની ટીમે ભારે જહેમત બાદ રવી ગામથી સહી સલામત રીંછ નું રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યું હતું..

પાંજરામાં પૂર્યા બાદ બાદ સુરક્ષિત સ્થળે ખસેડવાની હાથ ધરી છે..