બનાસકાંઠા ના પાંથાવાડા કન્યા છાત્રાલય પાસે એક કિન્નર વાહનચાલકો પાસેથી પૈસા માગી રહ્યો હતો..
કિન્નર પૈસા લેવા માટે ટ્રક ની ડ્રાઈવર કેબીન પાસે ચડી ગયો હતો, જેથી ડ્રાઈવેર કિન્નર નીચે ઉતરે તેની રાહ જોયા વગર જ ટ્રક ને ત્યાંથી દોડાવી મૂકી હતી..
જેથી કિન્નર ટ્રકના બહાર ના ભાગે લટકી ગયો હતો..
આ સમયે કિન્નરે બચાવવા માટે બૂમો પાડતા આસ પાસ થી લોકોનું ધ્યાન ગયું હતું..
લોકોએ પોતાના વાહનો લઈ ટ્રકનો પીછો કર્યો હતો..
કિન્નરનો જીવ જતા સહેજમાં રહી ગયો, ચાલુ ટ્રક માં આગળ ના ભાગે લટકી રહેલો કિન્નર અને પાછળ તેને બચાવવા આવી રહેલા વાહન ચાલકો પાંથાવાડા પાસે રીતસર ના ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા..
વાહન ચાલકો પોતા નો વાહન લઇને પીછો કરી રહ્યા હોવાની ટ્રક ચાલક ને જાણ થતા ટ્રક ચાલકે ટ્રક ધીમી પાડી હતી..
જેથી કિન્નરે ચાલુ ટ્રકે જ કૂદકો લગાવતા હાઈવે પર પટકાયો હતો..
સદનસીબે કિન્નર ટ્રક ના વ્હીલથી થોડે દૂર પડતા અને સામે થી કોઈ વાહન આવતું ન હોવાના કારણે બચી ગયો હતો..
અકસ્માત બાદ ટ્રકચાલક પોતા ની ટ્રક મૂકી નજીક આવેલા ખેતરમાં ભાગ્યો હતો..
પરંતુ, પાછળ થી આવેલા લોકોના ટોળાએ તેનો પીછો કરી ખેતરમાંથી ઝડપી પાડ્યો હતો..
ત્યાર બાદ આ મામલે પોલીસ ને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે..