ક્રાઈમ બ્રાન્ચના પોલીસ
ઈન્સપેકટરશ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા તથા પો.કો. અરવિંદભાઇ
હરદાસભાઇ તથા પો.કો. નાગરાજભાઇ અમકુભાઇ દ્વારા નાસતા ફરતા તથા પેરોલ/ ફર્લો ફરારી આરોપી
હમીદ ઉર્ફે હનીફ સન/ઓફ હુસેન અબુભાઇ હીંગોરા, ઉ.વ.૨૭, રહે. કુભારવાડા બારા, શહિદ રોડ,
સુખનાથ ચોક, જૂનાગઢ ને વી.એસ.હોસ્પીટલ સામે થી ઝડપી લીધેલ છે.
જૂનાગાઢ સીટી “એ” ડીવી.પો.સ્ટે. ફર્સ્ટ ગુરનં-૪૬/૨૦૧૫ ઇપીકો કલમ ૩૦૨, ૩૪ ના
ગુનામાં આરોપીને તા.૩૧/૦૮/૨૦૨૦ ના રોજ આજીવન કેદની સજા થયેલ. રાજકોટ મધ્યસ્થ જેલમાં
મોકલી આપેલ. તા.૦૮/૦૯/૨૦૨૨ થી દિન-૧૪ માટે ફર્લો રજા પર મુકત થયેલ હતો. જેને
તા.૨૩/૦૯/૨૦૨૨ ના રોજ પરત જેલ પર હાજર થવાનું હતુ પરંતુ હાજર થયેલ નહી, ફરલો રજા પરથી
ફરારી થઇ ગયેલ. છેલ્લા બે માસથી નાસતો ફરતો રહેલ હતો. જે આરોપી જૂનાગઢની ગેમ્બલર ગેંગ સાથે
સંકળાયેલ હોવાની હકીક્ત જણાઈ આવેલ છે.
આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.
આરોપીનો ગુનાહીત ઇતિહાસ:
(૧) વર્ષ-૨૦૧૬ માં ધોરાજી પો.સ્ટે.માં પોક્સોના ગુનામાં પકડાયેલ છે.
(૨) વર્ષ-૨૦૧૬ માં પેરોલ દરમ્યાન ધોરાજી પો.સ્ટે.માં હથીયારના ગુનામાં પકડાયેલ છે.
(૩) વર્ષ-૨૦૨૦ માં જૂનાગઢ એ ડીવીઝન પો.સ્ટે.માં ધમકી આપવાના ગુનામાં પકડાયેલ છે.
(૪) વર્ષ-૨૦૨૦ માં જૂનાગઢ એ ડીવીઝન પો.સ્ટે.માં મારામારીના ગુનામાં પકડાયેલ છે.
(૫) વર્ષ-૨૦૨૧ માં જૂનાગઢ એ ડીવીઝન પો.સ્ટે.માં હથીયારના ગુનામાં પકડાયેલ છે.
(૬) વર્ષ-૨૦૨૧ માં જૂનાગઢ એ ડીવીઝન પો.સ્ટે.માં ધમકીના ગુનામાં પકડાયેલ છે.
(૭) વર્ષ-૨૦૨૧ માં જૂનાગઢ એ ડીવીઝન પો.સ્ટે.માં જેલમાં મોબાઇલ રાખવાના ગુનામાં પકડાયેલ છે.