મીટીંગ સરું થાય તે પહેલાં જશોનાથ ચોક ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાએ રીનોવેશન નું કામ ચાલી રહ્યું છે જેમાં દાદરા નું કામ, સ્ટીલની જાળી તેમજ ડૉ. બાબા સાહેબ ની પ્રતિમા પર લોખંડ ની છત્રી વગેરે કામ ની દલીત અધિકાર સંઘ ના સભ્યો તેમજ મોહનભાઈ બોરીચા પ્રદેશ મહામંત્રી શ્રી, હીરાબેન વિંઝુડા નગરસેવક એ રૂબરૂ મુલાકાત કરી.

જશોનાથ સર્કલમાં જે ડૉ. બાબાસાહેબની પ્રતિમા આવેલ છે તેમાં જે રિનોવેશન નું કામ અને છત્રી વગેરે મૂકવામાં આવેલ છે તેનો સંપૂર્ણ યશ તખ્તેશ્વર વોડના નગરસેવક હીરાબેન વિંઝુડા ને જાય છે જેમણે અવારનવાર મૌખિક અને લેખિત અરજીઓ કરી આ કાર્ય ને પાર પાડ્યું છે અને પોતાની નગરસેવકની ગ્રાન્ટ માંથી આ કાર્ય કરેલ છે. હીરા બેન ને દિલથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

આગામી કાર્યક્રમો ને અનુલક્ષી ને દલિત અધિકાર સંઘ દ્વારા શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ, તેમજ 14 એપ્રિલ ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતીની ઉજવણી, તથા સરકાર ની વિવિધ યોજનાઓના લાભો ની માહિતી, દલિત અધિકાર સંઘ પ્રદેશ મહામંત્રી શ્રી મોહનભાઈ બોરીચા સાહેબ ના અધ્યક્ષ સ્થાને તારીખ 29/ 3/ 2023 ના રોજ સાંજે 6 કલાકે અગત્યની મીટીંગ રાખવામાં આવેલ.

આ મીટીંગ માં મોહનભાઈ બોરીચા પ્રદેશ મહામંત્રી શ્રી એ આગામી સમયમાં જે કાર્યક્રમ યોજવાના છે તેની વિગતે ચર્ચા કરી.

  આ મીટીંગ માં દલિત અધિકાર સંઘ ના પ્રમુખ અને મહામંત્રી તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા.

મીટીંગ પૂર્ણ થતાં બધાએ ભોજન સાથે લીધું.

શ્રી મોહનભાઈ બોરીચા પ્રદેશ મહામંત્રી, 

શ્રી નાનુભાઈ બોરીચા પ્રમુખશ્રી,

હીરાબેન વિંઝુડા નગરસેવક, મહામંત્રી,

વિનુભાઈ પરમાર મહામંત્રી,

 મહેશભાઈ સરવૈયા મહામંત્રી,