ધાનેરા તાલુકાના નેગાળા ગામે નદી વિસ્તારમાં શનિવારે સવારે રીંછ દેખાતાં ખેડૂતો અને ગ્રામજનો તેને ભગાડવા લાકડીઓ સાથે પહોંચ્યા હતા ત્યારે એક વ્યક્તિઓ ઉપર હૂમલો કરી ઘાયલ કર્યો હતો . આ અંગે વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમો પાંજરા સાથે પહોંચી રીંછને પાંજરે પુરવા પ્રયત્નો હાથ ધર્યા હતા . ધાનેરા તાલુકાના નેગાળા ગામની નદીમાં શનિવારે સવારે એક રીંછ આવતા આજુબાજુના ખેતરોવાળા ખેડૂતો અને ગ્રામજનોમાં ભય ફેલાયો હતો અને ગ્રામજનો પણ આ રીંછને ભગાડવા માટે લાકડીઓ સાથે પહોંચ્યા હતા . જે દરમિયાન એક વ્યક્તિને રીંછ ઘાયલ કર્યો હતો . જેથી તેને સારવાર માટે દવાખાને લઇ જવાયો હતો . જેથી ગામના આગેવાનોએ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની દાંતીવાડાનોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જની ટીમો પાંજરા સાથે બે ગાડીઓ , ગનમેન અને ડોક્ટર સાથે 20 કર્મચારીઓ નેગાળ ગામે પહોંચ્યા હતા . અને નદીના પટમાં પાંજરા સાથે વન વિભાગની ટીમ દ્વારા રીંછ પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી પરંતુ નદીમાં બાવળોના કારણે વન વિભાગની ટીમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો . અને મોડી સાંજ સુધી ભારે જહેમત ઉઠાવવા છતાં રીંછ વન વિભાગના હાથમાં ન આવતા ગ્રામજનોમાં ફરી ભયનો મહોલ જોવા મળ્યો હતો .

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं