ખંભાત શહેરમાં પીવાના પાણીની સમસ્યાને લઈને ગાંધીનગર વિધાનસભામાં સુધી તેના પર ઘા પડ્યા છે ત્યારે ખંભાતના માંથી પુરા ભુવાના ચકલા ખાતે છેલ્લા પાંચ મહિનાથી પીવાના પાણીમાં દૂષિત ગઠનનું પાણી ભરી જતા સ્થાનિકોમાં રોગચારા ની ભીતિ સર્જાવા પામી છે. નોંધનીય છે કે સ્થાનિકો દ્વારા પાંચ મહિના ઉપરાંતના સમયથી વારંવાર રજૂઆત પાલિકાને કરી છે તેમ છતાં કોઈપણ પ્રકારની કામગીરી ન કરાતા સ્થાનિકો રોષે ભરાયા છે.

આ અંગે મહિલા તારાબેનએ જણાવ્યું હતું કે, એક તરફ સરકાર સ્વચ્છ ભારતની વાતો કરે છે બીજી તરફ અમારા વિસ્તારમાં પાંચ મહિનાથી પીવાના પાણીની લાઈનમાં ગટરનું દૂષિત પાણી ભરી જતા રોગચારો ફાટી નીકળવાનો ભય છે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.ભાજપના નેતાઓ ટાવરે ઉભા રહી મીઠા પાણી અંગે મોટા મોટા બણગા ફૂકે છે.બીજી તરફ માછીપુર વિસ્તારમાં છેલ્લા પાંચ મહિનાથી પીવાના પાણીમાં ગટરનો દૂષિત પાણી આવે છે તેમ છતાંય કોઈ કાર્યવાહી કરતા નથી.અમે માણસ જ ન હોય તેમ વર્તન કરવામાં આવે છે.

(સલમાન પઠાણ-ખંભાત)