મ્હે પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવસાહેબ શ્રી નાઓ રાજકોટ વિભાગ, રાજકોટનાઓ દ્વારા વણશોધાયેલ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અનુસંધાને ને. પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબથી એ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોય જે સુચના અનુસંધાને ના.પો.અધિક્ષક હાર્દિક પ્રજાપતી સાહબેગ્રીએ માર્ગદર્શન તથા સૂચના કરેલ હોય. જે સુચના અનુસંધાને ખંભાળીયા પો.સ્ટે સુન ૧૧૮૫૦૦૪૨૩૦૪૦૨/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯,૧૧૪ મુજબનો ગુન્હો ગઇ તા.૦૫/૦૪/૨૦૨૩ ના રોજ જહેર થયેલ હોય જેમાં કોઇ અજાણ્યા આરોપીઓએ ખંભાળીયા સેન્ટ્રલ બેંકમાં આ કામના ફરીયાદીની થેલીમાં તીક્ષ્ણ ધારદાર હથીયાર વડે કાણું પાડી થેલામાં રાખેલ રોકડા રૂ.૫૦,૦૦૦/- નજર ચુકવી ચોરી કરી લઇ ગયેલ હોય જે ગુન્હામાં આરોપી રામાભાઇ કાંતીલાલ કોળી રહે. બાવરીવાસ જામનગરવાળાને અટક કરી આરોપીએ ફરીયાદી પાસેથી નજર ચુકવી ચોરી કરેલ રોકડ રકમ આરોપી પાસેથી રીકવર કરવામાં

આવેલ

અને અગાઉ સને-૨૦૧૯ માં પણ ખંભાળીયા સેન્ટ્રલ બેંકમાં આવી જ ચોરીનો બનાવ બનેલ જે અંગે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ફર ગુ.ર.ન ૩૪/૨૦૫૯ આઇ.પી.સી. કલમ.૩૭૯ મુજબ ગુનો દાખલ થયેલ હોય જેમાં કોઇ અજાણ્યા આરોપીઓએ આ કામના ફરીયાદીની થેલામાં રહેલ રોકડા રૂ.૧,૩૫,૦૦૦/- થેલીમાં બ્લેડ જેવા તિક્ષ્ણ હથિયાર વડે કાપો મારી ચોરી કરેલ હોય અને સદરહુ ગુન્હો હજુ સુધી વણશોધાયેલ હોય જેથી ખંભાળીયા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એન.એચ.જોષીનાઓએ આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય અને આ ઉપરોકત વણશોધાયેલ ગુન્હાની તપાસથી ખંભાળીયા પો.સ્ટે.ના એ.એસ.આઇ. વિષ ભાઇ રાશીયાનાઓ વાકેફ હોય અને સદરહુ ચોરીમાં પણ આ આરોપી હોવાની શંકા હોય જેથી સદરહુ ચોરીના બનાવ સમયના બેંકના સીસીટીવી ફુટેઝ મેળવી ખંભાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ જેમાં એ.એસ.આઇ. દિપકભાઇ રાવલીયા તથા પ્રવિણભાઇ ગોજીયા તથા ટાઉનનીટ એ.એસ.આઇ. જે.પી.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ પો.હેડ.કોન્સ. હેમતભાઇ નંદાણીયા તથા ખીમાભાઇ કેશરભાઇ કરમુર તથા પો.હેડ.કોન્સ. વિન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ જાડેજા તથા દેવિરહ જાડેજાનાઓને આ કામે ચોરી થયેલ તે સમયના સીસીટીવી ફુટેઝનો અભ્યાસ કરતા સદરહું ચોરી પણ આ આરોપી દ્વારા કરેલ હોવાનુ જણાય આવતા આરોપીની સઘન પુછપરછ કરતા આરોપીએ આ ઉપરોકત સને-૨૦૧૯ માં સેન્ટ્રલ બેંકમાં થયેલ ચોરી પણ તેઓએ કરેલ હોવાની કબુલાત આપેલ અને આ ચોરી કરેલ રોકડ રકમ પૈકી રોકડા રૂ.૨૦,૦૦૦/- આરોપી પાસેથી રીકવર કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

આરોપીનું નામ 

રામાભાઈ કાંતીલાલ કોળી ઉવ.૩૦ ધંધો-મજુરી રહે.બાવરીવાસ જામનગર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(1) I/C પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન. એચ,જોષી

(૨) એ.એસ.આઈ. દિક્પભાઈ રાવલીયા (પો.ઈન્સ રાઇટર)

(૩) એ.એસ.આઇ. પ્રવિણભાઇ ગોજીયા (પો.ઈન્સ, રાઈટર) (૪) એ.એસ.આઇ. જે.પી.જાડેજા (ટાઉન બીટ ઇન્ચાર્જ) (૫) પો.હેડ.કોન્સ. હેમતભાઇ એન. નંદાણીયા (સર્વેલન્સ સ્ટાફ

(6) પો.હેડ.કોન્સ. ખીમાભાઇ કે. કમુર (સર્વેલન્સ સ્ટાફ)

(૭) પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ એન. જાડેજા (સર્વેલન્સ સ્ટાફ) (૮) પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ જાડેજા (ટાઉન બીટ) (૯) પો.કોન્સ. સહદેવ સિહ જાડેજા (ટાઉન બીટ)