"દરિયાઈ ટાપુ શિયાળબેટને પાણી આપવા માટે ગુજરાત સરકારની નેમ"

જાફરાબાદ ના શિયાળબેટ ખાતે તોકતે વાવાઝોડા વખતે પાણીની પાઇપલાઇન તૂટી જવાથી આજે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં રાજુલા જાફરાબાદ તાલુકાના ગામોને સમાવતી મહી આધારિત રાજુલા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત શિયાળબેટ પાણી પુરવઠા યોજના ની પાઇપલાઇનનું ખાતમુહર્ત કર્યું હતું.

અને ગામની એક મહામૂલી સુવિધાના સહભાગીદાર બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું

પોતાના પ્રાસંગીક પ્રવચનમાં પોતે ધન્યતા અનુભવતા હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મારા કાર્યકાળ દરમિયાન પાણી અને વીજળી આ વિસ્તારને આપવામાં સફળતા મળી છે.

આ તકે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.મકવાણા, રવુભાઈ ખુમાણ. પીઠાભાઈ નકુમ. કરશનભાઇ ભીલ. દીનેશદાદા ત્રિવેદી. હિમ્મતભાઈ સોલંકી. મુકેશભાઈ ગુજરીયા. જીલુભાઈ બારૈયા. વિક્રમભાઈ શિયાળ. કનુભાઈ ધાખડા. ગૌતમભાઈ ગુજરીયા સહિત સંગઠનના હોદેદારો ગ્રામજનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.