પાવીજેતપુર ની બંને રેલ્વે ફાટકો ઉપર પડી ગયેલા ખાડાઓ ઉપર ડામર થી થીંગડા મરાતા વાહન ચાલકોમાં હાસકારો
પાવીજેતપુર નગરના મધ્યમાં તેમજ નગરના છેવાડે આવેલી બંને રેલ્વે ફાટકો ઉપર પડી ગયેલા ખાડાઓ ઉપર ડામરના થીંગડા મારવામાં આવતા વાહનચાલકોમાં હાસકારો જોવા મળ્યો છે.
પાવીજેતપુર નગરના મધ્ય ભાગમાંથી પસાર થતા રેલવે ફાટક ઉપર છેલ્લા કેટલાય સમયથી એક બાજુના રસ્તા ઉપર નાનું ગાબડું નીકળી ધીમે ધીમે મોટુ ગાબડું પડી ખાડા થઈ ગયા હતા જે ખાડામાં પોતાનું વાહન ન પડે તેવા વાહન ચાલકો પ્રયત્નો કરતા ઘણીવાર ટ્રાફિક સમસ્યા થવી તેમજ અકસ્માત થવાના બનાવો બન્યા કરતા હતા. આ ફાટક ઉપરથી મોટી મોટી ટ્રકો પથ્થરની મોટી શીલાઓ ભરીને જતી હોય ત્યારે આ ખાડાઓ ઘણી મુશ્કીલો ઊભી કરતા હતા ત્યારે વર્તમાન સમયમાં વન કુટીર થી પાવી ગરનાળા સુધી નવીન રસ્તો બે કરોડના ખર્ચે બની રહ્યો છે ત્યારે પાવીજેતપુર નગરના મધ્યમાંથી પસાર થતી રેલ્વે ફાટક તેમજ પાવીજેતપુર રેલ્વે સ્ટેશન પાસે આવેલ ફાટક ઉપર યુદ્ધના ધોરણે પડી ગયેલા ખાડાઓમાં ડામરના થીંગડા મારી દેવામાં આવતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે.
આમ, પાવીજેતપુર નગરના મધ્યમાંથી પસાર થતા રેલવે ફાટકના રસ્તા ઉપર તેમજ રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે ફાટક ઉપર ડામરના થીંગડા મારવામાં આવતા વાહનચાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.