ડીસા રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગરીબોના દબાણો દૂર કરાયાં..

રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે નેશનલ હાઇવે ઓથોરિટીની ગટર પર બેસીને રોજીરોટી કમાતાં ગરીબોને આજે દુર કરવામાં આવ્યા..

નેશનલ હાઇવે ઓથોરિટીના કર્મચારીઓ દ્વારા લારી ગલ્લા ઘારકો પાસેથી પૈસા લેતાં હોવાના આક્ષેપો થતાં દબાણો દૂર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું...

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઈવે પર વર્ષોથી કબ્જો કરી દેવાયેલા પાકા દબાણ કારોના દબાણો નજરમાં ના આવ્યા અને પૈસા લેવાના આક્ષેપોના પગલે તાત્કાલિક અસરથી ગરીબોના દબાણો દૂર કરવામાં આવ્યાં ..

જાગૃત નાગરિકો દ્વારા હાઈવે પર પાકા દબાણો દૂર કરવા માટે વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટી માં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાકા દબાણો આજેપણ યથાવત જોવા મળી રહ્યાં છે..

નેશનલ હાઇવે ઓથોરિટી ને હાઈવે ઉપર થયેલા મોટા માથાના દબાણ દેખાતા નથી ગરીબોના દબાણો દૂર કરી વાહ વાહ મેળવવાની હોડ લાગી છે..