બોગસ તબીબ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન માં નોંધાઈ ફરિયાદ..
થરાદ પોલીસ સ્ટેશન ખાતે બોગસ તબીબ ઝડપી ને કાયૅવાહી કરવામાં આવી છે..
જોકે લાખણી તાલુકાના લાલપુર ગામે લોકો સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ને દવાનાં જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે..
લાખણી તાલુકાના લાલપુર ગામે ઝડપવામાં આવેલ બોગસ તબીબ એલોપેથિક દવાઓની સાથે ઈન્જેક્શન આપવા જેવા ગંભીર પ્રકારના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો..
બાયોમેડિકલ વેસ્ટ ની કોઈ વ્યવસ્થા ન હતી..
જેના કારણે મટુ આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર દ્વારા ડોક્ટર ની પ્રેક્ટિસ કરતો ઘાણા ગામ નો વતની હરેશભાઈ મલાજી વાઘેલા ને ઝડપી લઈ મેડિકલ પ્રેકટિસ એકટ મુજબ કાયૅવાહી કરવામાં આવી છે..