ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા તરૂણભાઇ નાદવાને સંયુકત રીતે માહિતી  કે વાંગર વાડી વિસ્તારમાં એક આગળના ભાગે અંગ્રેજીમાં જય મોગલ લખેલ મેજીક ગાડીમાં ઇગ્લીશ દારૂ ભરીને રાખેલ છે.               

        જે માહિતી આધારે રેઇડ કરતાં ટાટા કંપનીની મેજીક ફોર વ્હીલ ગાડી નં. GJ-17-TT-4472 વાહનમાંથી રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કી ૭૫૦ ML ન્યુ દિલ્હી બનાવટની બોટલ નંગ-૧૧૨ કિ.રૂ.૪૪,૮૦૦/-ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ મળી આવેલ.તેઓની વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.