મહિને રૂ. ૧ લાખનો હપ્તો નહી આપે તો કમ્પનીને નુકશાન કરવાની ધમકીઆપી. રાજુલા તાલુકાના રામપરા-૨ ગામના સરપંચના પતી એવા ભાજપના નેતાએ પીપાવાવમાં બાંધકામની મંજુરીના નામે હપ્તો માંગ્યાની અને હપ્તો નહી આપવા પર કંપનીના જાન માલને નુકસાન પહોંચાડવાની ધમકી આપ્યાની ફરિયાદ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાબુભાઈ રામભાઈ વાઘ અને સના ગભાભાઈ વાઘ (બંન્ને રહે. રામપરા-૨) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં કોન્ટ્રાસ લોજીસ્ટિક કંપનીના ડાયરેક્ટર રાજીવ રાજકુમાર નિરૂલાએ ફરિયાદ આપતાં જણાવેલ કે,રામપરા-૨ ગામના સરપંચ હોવાનુ જણાવતા સનાભાઇ વાઘ જે ખરેખર સરપંચ નથી પરંતુ તેમના પત્ની સરપંચ છે.તેમ છતા સનાભાઇ વાઘે જેનુ પુરૂ નામ સનાભાઇ ગભાભાઇ વાઘ પોતે સરપંચ હોવાનુ જાહેર કરી અમારી કંપનીમા વેરહાઉસ બાંધકામ માટે મંજુરી આપવાના બહાને મહીને રૂપિયા એક લાખ હપ્તો માંગી નહીંતર કંપની ના કર્મચારીઓની જાન માલને નુકસાન કરી હેરાન કરી દેવા ધમકી આપી તેમજ તેમના સબંધી બાબુભાઇ રામભાઇ વાઘે મને અમોએ સરકારી જમીનમાં કોઇ દબાણ કરેલ નહીં હોવા છતાં ઇ-મેઇલમાં ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમના કાયદા મુજબ કાર્યવાહી કરવાનો ભય બતાવી આ બન્નેએ ગેરકાયદેસર રીતે મહીને એક લાખ રૂપિયા લેવા દબાણ કરેલ છે . આ અંગે પીપાવાવ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે . આ બનાવથી રાજુલા પંથકમાં રાજકિય ચર્ચા એ પણ ભારે જોર પકડ્યું છે. રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं