ખંભાત નગરપાલિકામાં 31 માર્ચે મળેલી બજેટ બેઠક શાસક પક્ષે પાંચ મિનિટ આટોપી લીધી હતી.જેને લઈને વિરોધ પક્ષના કાઉન્સિલરોએ હોબાળો મચાવ્યો હતો. કોઈપણ જાતની ચર્ચા વગર બજેટ પસાર કરી દઈને કાયદાકીય જોગવાઈની અવગણના કરી હતી જેથી આ સામાન્ય સભા રદ કરવા તેમજ તેની અમલની બજવણી મોકૂફ રાખવા 258 ની જોગવાઈ મુજબ પ્રાદેશિક કમિશનરને અરજી આપી તાત્કાલિક ધોરણે આ બોર્ડ બેઠક પુનઃ યોજવાની માંગ કરી છે

આ અંગે ઇફ્તેખાર યમની એ જણાવ્યું હતું કે, 31મી માર્ચના રોજ નગરપાલિકા ખાતે યોજાયેલ વર્ષ 2023 24 ની સામાન્ય સભા તમામ કાર્યવાહી ગેરકાયદેસર અને ગેર બંધારણીય અને નગરપાલિકા એક્ટની જોગવાઈ વિરુદ્ધની હોય સામાન્ય સભામાં કરવામાં આવેલ તમામ ઠરાવોની અપીલ ચાલવા સુધી અમલ બજવણી મોકૂફ રાખવા પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરી છે.ખાસ કરીને વધુમાં ભાજપ સાથે નગરપાલિકાઓમાં વિરોધ પક્ષના કાઉન્સિલરની વાત સાંભળવામાં આવતી ન આવવાનો પણ આક્ષેપ કર્યો છે.

[સલમાન પઠાણ-ખંભાત]

મો - 9558553368