મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડેય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી હાર્દીક પ્રજાપતિ સાહેબના તથા સર્કલ પોલીસ ઇન્સ. ટી.સી.પટેલ સાહેબશ્રીએ મિલ્કત વિરૂધ્ધના ગુન્હા શોધી કાઢવા તથા નાશતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ સબ ઇન્સપેક્ટર યુ.બી.અખંડ સાહેબની સુચનાથી પો.હેડ કોન્સ. સંજયભાઇ વિનોદભાઇ બરારીયા તથા પો.કોન્સ. પ્રદિપસિંહ ધીરુભા ગોહીલ પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન વાડિનાર ગામે નરારા ટી-સ્ટોલ પાસે બે ઇસમો ચોરી કરવાના ઇરાદે દુકાનોના તાળા ફંફોળતા મળી આવતા તેમના વિરુધ્ધ સી.આર.પી.સી. કલમ ૧૦૯ મુજબ કાર્યવાહી કરી બને ઇસમોની પુછપરછ દરમ્યાન તેઓ કબુલતા હોય કે દ્વારકા પોલીસ સ્ટેશન પાર્ટ-A- ગુ.૨.નં-૦૦૨૬૪/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૩૭૯ વિગેરેના કામે પવનચક્કી ના ભંગાર ની ચોરી કી.રુ.૯૩,૬૦૦/- તેમજ જામનગર જીલ્લા ના લાલપુર પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ A ગુ.ર.ન. ૦૧૨૮/૨૩ તેમજ પાર્ટ A ગુ.ર.ન. ૦૧૩૧/૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ ના કામે પવનચક્કી નો ભંગાર અનુક્રમે કી.રુ.૧૬૦૦૦/- તથા કી.રુ. ૩૨,૦૦૦/- ના ભંગાર ની ચોરી કરેલ નુ કબુલેલ હોય દ્વારકા પો.સ્ટે. તથા લાલપુર પો.સ્ટે.ના ઉપરોક્ત કામના આરોપીઓ (૧) રફીક અયુબ સૂંભણીયા જાતે વાઘેર મુસ્લીમ ઉ.વ.૩૫ ધંધો મચ્છીમારી રહે.ધાર વિસ્તાર વાડિનાર તા.ખંભાળીયા તેમજ (૨) કાન્તીલાલ ઉર્ફે રાજુ પરબતભાઇ માગળીયા જાતે સલાટ ઉવ.૩૨ ધંધો મજુરી રહે. વાડિનાર બસસ્ટેન્ડ પાસે તા.ખંભાળીયા વાળાઓને આજરોજ વાડિનાર મરીન પો.સ્ટે. ખાતે હસ્તગત કરેલ અને દ્વારકા પોલીસ સ્ટેશન તેમજ લાલપુર પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુન્હાના કામે આરોપીઓનો કબ્જો સંભાળવા સમજ કરેલ છે.
આરોપી:-
(૧) રફીક અયુબ સંભણીયા જાતે વાઘેર મુરલીમ ઉ.વ.૩૫ ધંધો મચ્છીમારી રહે.ધાર વિસ્તાર વાડિનાર તા.ખંભાળીયા (૨) કાન્તીલાલ ઉર્ફે રાજુ પરબતભાઇ માળીયા જાતે સલાટ ઉવ.૩૨ ધંધો મજુરી રહે. વાડિનાર બસસ્ટેન્ડ પાસે તા.ખંભાળીયા
કામગીરી કરનાર સ્ટાફ
(૧) પોલીસ સબ ઈન્સપેકટર શ્રી યુ.બી.અખંડ,
(૨) પો.હેડ.કોન્સ. સંજયભાઇ વિનોદભાઇ બરારીયા
(૩)પો.કોન્સ.પ્રદિપસિંહ ધીરૂભા ગોહીલ