ડીસામાં ફરી તસ્કરોએ માથું ઊંચક્યું, વાડી રોડ પરની બે પાર્લર, એક ટ્રેલર અને એક નાસ્તા સહિત ચાર દુકાનો માં ચોરી, એક દુકાન માં નિષ્ફળ પ્રયાસ, પોલીસે તપાસ હાથ ધરી..
ડીસા માં વાડી રોડ વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ પાંચ દુકાનોને નિશાન બનાવી હતી. જેમાં ચાર માંથી ચોરી થઈ હતી..
જ્યારે એક દુકાન માં ચોરી નો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. જે મામલે દુકાન માલિકોએ ડીસા શહેર ઉત્તર પોલીસની જાણ કરી હતી..
ડીસા પંથકમાં ફરી એકવાર તસ્કરોએ માથું ઊંચક્યું છે અને ગત મોડી રાત્રે વાડીરોડ વિસ્તારમાં આવેલી પાંચ દુકાનોને નિશાન બનાવી હતી..
જેમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ બે પાર્લર એક ટ્રેલર અને એક નાસ્તાની દુકાનના સટર તોડી અંદર પ્રવેશી પરચુરણ માલ સામાન અને રોકડની ચોરી કરી ગયા હતા, જ્યારે એક દુકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો..
વહેલી સવારે દુકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતાં જ દુકાન માલિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરતા તેમની દુકાનના તાળા તૂટેલા અને અંદર ચોરી થઈ હોવાનું જણાયું હતું..
જેથી તેઓએ ડીસા શહેર ઉત્તર પોલીસને જાણ કરી હતી. આ ચોરીની ઘટના અંગે ડીસા શહેર ઉત્તર પોલીસે દુકાન માલિકોની રજૂઆતના આધારે તપાસ હાથ ધરી છે..