લાખણી SBI ગ્રાહક કેન્દ્રના કર્મચારી પર છરા વડે હુમલો, 50 રૂપિયાની ફાટેલી નોટ બદલવાની ના પાડી તો ગ્રાહક બની આવેલા શખ્સે હુમલો કરી મોબાઈલ ની લૂંટ.
બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં 50 રૂપિયા જેવી મામૂલી રકમ મામલે એક શખ્સે લુખ્ખાગીરી કરી કાયદો હાથમાં લીધો હોવાની ઘટના સામે આવી છે..
લાખણીમાં આવેલા SBIના ગ્રાહક સેવા કેન્દ્ર પર 50 રૂપિયાની ફાટી ગયેલી નોટ બદલવાની કેન્દ્રના કર્મચારીએ ના પાડતા ગ્રાહક તરીકે આવેલો શખ્સ ઉશ્કેરાયો હતો અને નીચે જઈ છરો લાવી કર્મચારી પર હુમલો કર્યો હતો..
કર્મચારી પર હુમલો કરી મોબાઈલની લૂંટ ચલાવી શખ્સ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના ગ્રાહક સેવા કેન્દ્ર ના સીસીટીવીમાં કેદ થઈ હતી..
આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..
બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં આવેલા SBI ના ગ્રાહક સેવા કેન્દ્ર પર કિરણ ભાઈ નામના કર્મચારી હાજર હતા, આ સમયે કીર્તિ ઠાકોર નામનો શખ્સ 50 રૂપિયાની ફાટેલી નોટ બદલવા માટે આવ્યો હતો..
પરંતુ, કિરણભાઈ દ્વારા નોટ બદલવાની ના પાડતા કીર્તિ ઉશ્કેરાયો હતો અને નીચે જઈ બે છરા સાથે ફરી ગ્રાહક સેવા કેન્દ્રમાં આવ્યો હતો..
કિરણભાઈ સાથે ઝપાઝપી કરતા હાથમાં ઈજા પહોંચી
છરા સાથે ધસી આવેલા કીર્તિ ઠાકોરે ગ્રાહક સેવા કેન્દ્રમાં કિરણભાઈ સાથે ઝપાઝપી કરી હતી અને કિરણભાઈ ના મોબાઈલની લૂંટ ચલાવી ભાગી છૂટ્યો હતો..
જેમાં કિરણભાઈને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા..
હુમલાની સમગ્ર ઘટના ગ્રાહક સેવા કેન્દ્રમાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ હતી..
પોલીસે આ મામલે કીર્તિ ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..