સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં E-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુન્હામાં ટેકનીકલ તથા હ્યુમન સોર્સની મદદથી બે ઇસમોને ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે પકડી પાડી અન્ડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી સાવરકુંડલાપોલીસ
ડીવીઝનમાં થી દાખલ થયેલ ગુન્હાઓમાં આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ સાવરકુંડલા ડીવીઝનમાં બનતા મિલકત સબંધીત ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના તથા માર્ગદર્શન અન્વયે
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા ટેક્નિકલ તથા હ્યુમન સોર્સની મદદથી ચોરીમાં ગયેલ મોબાઇલ સાથે બે ઇસમોને પકડી પાડી સદર ઇસમો વિરૂધ્ધ સાવરકુંડલા ટાઉન પો.સ્ટે., એ-પાર્ટ ગુ.ર.નં, ૧૧૧ ૯૩૦ પર૨૩૦૧૩૧/૨૦૨૩ આઇ.પી.સી. એક્ટ કલમ ૩૭૯, ૧૧૪ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
* પકડાયેલ આરોપીની વિગતઃ
(૧) પાર્થભાઇ જસ્મીનભાઇ બોસમીયા ઉ.વ. ૨૧,ધંધો. વેપાર,
(૨) જસ્મીનભાઇ પરમાણંદભાઇ બોસમીયા ઉ.વ. પર, ધંધો.વેપાર,રહે. બન્ને - સાવરકુંડલા, સુર્યોદય ચોક, તા.સાવરકુંડલા, જી.અમરેલી,
* પકડાયેલ મુદ્દામાલની વિગત:
રિયલમી કંપનીનો REALME 7 મોડલનો વાદળી કલરનો મોબાઇલ હોય જેના IMEI NO.868696057727493 તથા IME NG. 868696057727485 મુજબના હોય જે કિ.રૂ.૧૬,૯૯૯-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા એ.એસ.આઇ. માધવજીભાઇ લક્ષ્મણભાઇ, તથા પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. ધર્મેશભાઇ વશરામભાઇ, પો.કોન્સ. મહેશભાઇ ગિરજાશંકરભાઇ દ્રારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ અમરેલી.