છેલ્લા ૦૭ વર્ષથી વડીયા પોલીસ સ્ટેશનના રાત્રી ધરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા લીસ્ટેડ પરપ્રાંતીય મધ્ય પ્રદેશના આરોપીને પકડી પાડતી પેરોલ ફ્લો સ્કવોર્ડ અમરેલી

વિગતઃ-

સને-૨૦૧૬માં રાત્રીના સમયે મોટી કુકાવાવ ગામે તથા જંગર તા.વડીયા કુકાવાવ ગામોમાં મજકુર આરોપી તથા ઉસ્તાસ ચેનાભાઇ તથા દીલીપ જોહરીયા વાસ્કલીયા તથા સપેસીંહ પાનસીંહ મુવેલ વિગેરે નાઓએ ભેગા મળીને રોકડા રૂપીયા તથા સોના ચાંદીના દાગીનાઓ તથા અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરી ત્યાંથી ભાગી ગયેલ હોય, અને આ બાબતે વડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય, આ ગુન્હાના કામે મજકુર ઇસમ નાસી જઇ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા આશરે ૦૭ વર્ષથી નાસતો ફરતો હતો.

 પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી આધારે

 (૧) વડીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૭/૧૬ આઇ.પી.સી.ક.૩૮૦,૪૫૭ તથા

(૨) વડીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧/૧૬ આઇ.પી.સી.ક. ૩૮૦,૪૫૭ મુજબના કામે સાતેક(૭) વર્ષથી નાસતા ફરતા આરોપીને

બેલા હાઇ-વે તા.જી.મોરબી, મુકામેથી તા.૦૭/૦૪/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી ધોરણસર અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા વડીયા પો.સ્ટે. ખાતે સોપી આપેલ.

પકડાયેલ આરોપી --

સાહાદર ઉર્ફે સાદર ઉર્ફે સાગર રૂમાલ મુવેલ(મોહનીયા) ઉ.વ.૨૯,ધંધો. ડ્રાઇવીંગ,રહે.મુળ ભોરકુવા, તા.જોબટ, જી.અલીરાજપુર, (એમ.પી) રહે.હાલ વાઘપર ગામ પાસે, ઓડાવ સોડાના કારખાનામા તા.જી.મોરબી

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, હિમકરસિંહ નાઓની સુચના અન્વયે કે.જી.મયા(ગઢવી) પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા, કૌશિકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા તથા પો.કોન્સ. સતારભાઇ શેખ, જીજ્ઞેશભાઇ પોપટાણી તથા વુ.હેડ કોન્સ. ફપાબેન પટોળીયા એ રીતેના જોડાયેલ હતા.

રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ અમરેલી.