રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્ર સેવિકા સમિતિ પંચમહાલ દ્વારા ગોધરા નગરમાં જરૂરિયાત મંદ લોકો ને ધાબળા વિતરણ નો સેવાકીય કાર્યક્રમ યોજાયો જેમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ પંચમહાલ જિલ્લા કાર્યવાહીકા શિવાંગી પાઠક સેવા પ્રમુખ જાગૃતિ બેન તથા અન્ય બહેનો દ્વારા સેવાકીય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સેવિકા સમિતિ ની બહેનોનો ખુબ સારો ફાળો આપ્યો હતો તથા ધાબળા વિતરણ કરવામાં પણ સમિતિ ની બહેનો જોડાયા હતા. ગોધરા નગરમાં. નગરપાલિકા રોડ ગોધરા બસ સ્ટેન્ડ રોડ. આઇ ટી આઇ કોલેજ પાસે બામરોલી વિસ્તાર તથા ગોધરા ની સીવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા. કડકડતી ઠંડીમાં આકાશની નીચે ખુલ્લામાં ખુલ્લા શરીરે સુતા જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા રાષ્ટ્ર સેવિકા સમિતિ પંચમહાલ દ્વારા ખૂબ જ ઉદાર સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું.