મહિસાગર જીલ્લા ઉપ પ્રમુખ સહિતના ૬૦ જેટલા કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો... જીલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામા કેસરીયો ખેસ ધારણ કર્યો... ભાજપ પોતાનો સ્થાપના દિવસ મનાવી રહ્યો છે આ દરમિયાન મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં ભુમી પુજન કાર્યક્રમમા રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન મહીસાગર જિલ્લા કૉંગ્રેસના તેમજ વિરપુર તાલુકા કૉંગ્રેસના હોદેદારો કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા જેમાં મહીસાગર જિલ્લા કૉંગ્રેસના ઉપ પ્રમુખ નયન પટેલ તેમજ વિરપુર તાલુકા કૉંગ્રેસના વિવિધ હોદેદારો સહિત ૬૦ જેટલા કાર્યકરો કૉંગ્રેસને રામરામ કરી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી તેમજ ભાજપની ટોપી પહેરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પણ હજુ કોઈ નક્કર પગલાં નથી લેવાયા. આ દરમિયાન લોકસભાની ચૂંટણી પહેલાજ કોંગ્રેસમાં ભંગાણની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વિરપુર તાલુકાના કોયડમના જાંબુડી ગામ ખાતે યોજાયેલ ભુમી પુજન કાર્યક્રમમા જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાના અધ્યક્ષસ્થાને કોંગ્રેસના ૬૦ જેટલા આગેવાનો હોદેદારો કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે આ કાર્યક્રમમાં મહિસાગર જીલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા, બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,ખેડા જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ મુકેશ શુક્લ,કોયડમ ગ્રામ પંચાયત સરપંચ પ્રતીનીધી બળવંતભાઈ, જીલ્લા પંચાયત સદસ્ય પિનાકિન શુક્લ, જીલ્લા પંચાયત સદસ્ય રમતુભાઈ બારીયા,પુર્વ અમુલ ડેરીના ડીરેકટર રાધુસિંહ પરમાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ૬૦ જેટલા વિરપુર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો જોકે આ ધટનાન લઈને જીલ્લામા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો હતો... કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલાની યાદી... નયનભાઈ પટેલ મહિસાગર જીલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ. નટવરભાઈ બારીયા બક્ષુપંચ મોરચાના મંત્રી.. પૃથ્વીસિંહ બારીયા સક્રિય કાર્યકર.. પટેલ દિપકભાઈ કોયડમ ગ્રામ પંચાયત સદસ્ય.. રાજુભાઈ પટેલ કોયડમ ગ્રામ પંચાયત સદસ્ય.. પટેલ કેશવભાઈ કોંગ્રેસ કાર્યકર્તા.. પટેલ ભાનુભાઇ કોંગ્રેસ કાર્યકર્તા સહિતના ૬૦ જેટલા કાર્યકરો જોડાયા હતા...