ખંભાત તાલુકાના ગોલાણા ગામમાં દિવેલાના ખેતરમાં ચોરી કરવા ઘુસેલા ચાર ઈસમોને ઝડપાયા હતા.જેમાંથી ત્રણ મહિલાઓ ફરાર થઈ જતા ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના માણસાના વતની અને ગોલાણા ગામમાં રહેતા શિલ્પાબહેન પ્રવીણભાઈ ગુર્જર છેલ્લા કેટલાક સમયથી ભાગીદારીમાં પ્રતિક અરવિંદભાઈ સંઘવીની 700 વીઘા જમીનમાં ખેતી કામ કરે છે. તેઓ 700 વીઘા પૈકી 300 વીઘા જમીનમાં દિવેલાનો પાક કર્યો છે. અને છેલ્લા અઢી મહિનાથી દિવેલાની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી આથી બે વોચમેન બહાદુરભાઈ બેલદાર અને મનુભાઈ ભરવાડને દિવેલા ચોરી અંગે ધ્યાન રાખવા જણાવ્યું હતું. એ બાદ પ્રવીણભાઈ ગુર્જર અને રેમચોભાઈ ચૌધરી ખેતરમાં ગાડી લઈને ચક્કર મારી રહ્યા હતા તે વખતે કેટલાક ઈસમો ખેતરમાં ઉભા દિવેલા લેતા દેખાયા હતા તેથી તેઓએ ગાડી ઉભી રાખી ચાર ઈસમોને દિવેલાના પોટલા સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય ત્રણ સ્ત્રીઓ ફરાર થઈ ગઈ હતી. જોકે ચાર ઈસમો પાસેથી ખેતરમાંથી ચોરેલ દિવેલા અંદાજે 100 કિલો કિંમત 7000 મળી આવ્યા હતા.
આ ચારેય ઈસમોની પૂછપરછ કરતા રણજીત રમેશ દેવીપુજક, ઘનશ્યામ ઈશ્વર દેવીપુજક, વિપુલ વિક્રમ દેવીપુજક, ગોપાલ ભરત દેવીપુજક હોવાનું જણાવ્યું હતું જ્યારે ભાગી ગયેલી ત્રણ સ્ત્રીઓમાંથી ઉલ્લાસબેન કવા દેવીપુજક, બચુબેન વિનુ દેવીપુજક મંજુબેન વિક્રમ દેવીપૂજક હોવાનું ખુલ્યું છે. પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી ફરાર મહિલાઓને પકડવા કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
(સલમાન પઠાણ-ખંભાત)