ડીસા માં ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ સહિત ની ટીમે ડમ્પિંગ સાઇટ ની લીધી રૂબરૂ મુલાકાત..
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
કચરાનું વિભાજન કરી રિસાયકલ કરાશે..
ડીસા નગરપાલિકાએ હવે ડમ્પિંગ વેસ્ટ સાઈટને હવે બેસ્ટ સાઈટ બનાવવા નું શરૂ કર્યું છે..
જેમાં અલગ અલગ મશીનો થકી વેસ્ટ કચરા નું વિભાજન કરી રિસાયકલ કરવા માટે ના મશીનો લગાવી રોજ નો હજારો ટન કચરાના નિકાલની વ્યવસ્થાના નિરીક્ષણ માટે ધારાસભ્ય અને નગરપાલિકા ની ટીમે રૂબરૂ મુલાકાત લીધી હતી..
શહેરો ના વિકાસ ની સાથે સાથે કચરાની સમસ્યા પણ દરેક શહેર માટે પેચીદો પ્રશ્ન બની ગઈ છે..
ડીસા શહેર માંથી પણ રોજે રોજ ડોટ ટૂ ડોર કચરો જમા થતો હતો, આ કચરા ને નગરપાલિકા દ્વારા જુના ડીસા પાસે આવેલ ડમ્પીંગ સાઈટ માં એકઠો કરવામાં આવતો હતો..
જેના કારણે અત્યાર સુધી ત્રણ લાખ ટન કરતા પણ વધારે કચરાનો જથ્થો જમા થઈ ગયો હતો, ત્યારે હવે નગરપાલિકાએ આ કચરાના નિકાલ થકી વેસ્ટમાંથી બેસ્ટ સાઇટ બનાવવા ના પ્રયાસ શરૂ કર્યો છે..
નગરપાલિકા આ ડમ્પિંગ સાઈટ પર અત્યારે અલગ અલગ મશીનો લગાવી કચરાનું વર્ગીકરણ કરી તેમાંથી માટી, પ્લાસ્ટિક, કાગળ, લોખંડ સહિતની ચીજ-વસ્તુઓ અલગ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે..
જેમાં એક મશીન માં શહેરમાંથી આવતા રોજે રોજ 50 ટન કચરાનો નિકાલ થશે..
જ્યારે અન્ય જે મશીન લગાવવામાં આવ્યા છે, તેમાંથી જૂનો જમા થયેલો 3 લાખ ટન કચરા માંથી રોજ નો 1000 ટન કચરા નો નિકાલ કરવામાં આવશે અને આ તમામ પ્રક્રિયાના નિરીક્ષણ માટે આજે ડીસા ના ધારાસભ્ય પ્રવીણ માળી, નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કર, ઉપપ્રમુખ સવિતા હરિયાણી અને ચીફ ઓફિસર પંકજ બારોટ સહિત નગર સેવકો અને પાલિકાની ટીમ ઉપસ્થિત રહી હતી..
આ અંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી આ ડમ્પીંગ સાઈટ હતી, પરંતુ હવે અહીં કચરાનો નિકાલ કરી ગાર્ડન બનાવવામાં આવશે.. વૃક્ષારોપણ કરવામાં આવશે અને ડમ્પીંગ વેસ્ટ સાઈટને બેસ્ટ સાઇટ બનાવવામાં છે..
જ્યારે નગર પાલિકા પ્રમુખ રાજુ ઠક્કરે જણાવ્યું હતું કે, આજથી અહીં બે ભાગમાં કચરાના નિકાલની પ્રક્રિયા હાથ ધરાઇ છે..
જેમાં એક મશીન માં શહેર માંથી રોજે રોજ ડોર ટુ ડોર કલેક્ટ થતો કચરાનો નિકાલ થશે..
જ્યારે બીજા મશીન માં અત્યાર સુધી જમા થયેલા કચરામાં થી એક હજાર ટન કચરાનો રોજ નિકાલ કરવામાં આવશે..