પાવીજેતપુર તાલુકાના ખાંડિયા અમાદર ગામે જૂની વાત યાદ કરી ભાઈએ ભાઈને ધારિયાના લોખંડના હાથા ની ઝાપટ મારી દેતા માથામાં ગંભીર ઈજા
પાવીજેતપુર તાલુકાના ખાંડિયા અમાદર ગામે સામાન્ય જૂની વાત યાદ કરી બે ભાઈ વચ્ચે ઝઘડો થતાં ભાઈએ ભાઈ ઉપર લોખંડના ધારિયાના હાથાની ઝાપટ મારી દેતા માથું ફોડી નાખી ગંભીર ઈજા થતાં પોલીસ ફરિયાદ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ખાંડિયા અમાદર ગામે ૫ એપ્રિલના મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં ગાય બાંધવાના કોડિયામાં ખાટલામાં નવીનભાઈ અરવિંદભાઈ રાઠવા સુતા હતા ત્યારે તેઓના ભાઈ પ્રવીણભાઈ અરવિંદભાઈ રાઠવા નાઓ ખાટલા પાસે આવીને કહેલ કે તમે ૨૪ માર્ચના રોજ તારા ઓરડામાં સાપ નીકળેલ તે સમયે મારી પત્નિ ટીના બેનને તારા ઘરના ઓરડામાં કેમ બોલાવેલ, તેમ કહી ગાળો બોલવા લાગે તે સમયે નવીનભાઈ જણાવેલ કે મારા ઓરડામાં સાપ નીકળેલ એટલે હું ગભરાઈ ગયો હતો તેથી મદદ માટે મે ટીનાબેનને બોલાવેલ, તેમ કહેતા જ પ્રવીણભાઈ એકદમ ગુસ્સામાં આવી ઉસકેરાઈ જઈ તેઓના હાથમાંના ધારિયાના લોખંડના હાથાની એક ઝાપટ નવીનભાઈ ના માથાના જમણી બાજુના ભાગે મારી દેતા તેઓને ગંભીર ઇજાઓ થયેલ, બીજી ઝાપટ છાતીના ભાગે મારેલ તેમજ ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રવીણભાઈ ત્યાંથી ભાગી ગયા હતા. જે અંગે નવીનભાઈ અરવિંદભાઈ રાઠવા એ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પાવીજેતપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.