અમીરગઢ તાલુકાના રબારીયા ગમે યુવકની હત્યા કરેલી હાલત માં લાશ મળી આવી.
અમીરગઢ તાલુકાના રબારીયા ગમે યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. વહેલી સવારે ગામના સીમાડે 42 વર્ષીય સાબુભાઈની લાશને જોઈ ગામ લોકો ચોકી ઉઠ્યાં હતા. તેમજ પોલીસને પણ જાણ કરી હતી..
ત્યારે ગામનો જ યુવકની કોઈએ હત્યા કરી દેતા ગામમાં તગંદીલી જેવો માહોલ થતા સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું..
બનાસકાંઠા જિલ્લા ના અમીરગઢ રબારીયા ગામે વહેલી સવારે ગામના સીમાડે એક યુવક સુઈ ગયેલો હોવાની હાલત જોઈ સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા..
ત્યારે ગામનો જ શખ્સ સાબુભાઇ જુમાભાઈ ધ્રાંગી જેમને તીક્ષણ હથિયારના ઘા શરીર પર વાગેલા જોઈ ગ્રામજનો સહિત પરિવાર જોઈ ચોકી ઉઠ્યો હતો..
સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. લાશને જોઈ હત્યાં થઈ હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસે લગાવ્યું હતું..
રબારીયા ગામમાં સાબુભાઈ ધ્રાંગીની હત્યાં થઈ હોવાના સમાચાર વાયુવેગ ફરતા સમગ્ર ગામમાં તંગદીલી ભર્યું વાતાવરણ સર્જાયુ હતું..
જેથી આખુ ગામ પોલીસ છાવણીમાં ફરેવાયું હતું. બનાસકાંઠા જિલ્લા પોલીસ વાડા LCB, SOG સહીત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ડોગ સ્કોડ લાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. કેટલાક ઈસમો ને પોલીસે પૂછપરછ હાથ ધરી છે..