ગીર સોમનાથમાં મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને "વિશ્વાસથી વિકાસ યાત્રા" અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ યોજાયો

----------

મંજૂર કરાયેલ ૧૩૪ અરજીઓ સામે બેન્કો દ્વારા કુલ ૧.૩૪ કરોડની લોન મંજૂર કરાઈ

 -----------

સ્વ-સહાય જુથોને રીવોલ્વીંગ ફંડ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટફંડ તથા સ્ટાટૅઅપ ફંડ કુલ ૩૭૭ સ્વ સહાય જુથોને રુ,૭૭.૭૦ લાખ રકમ મંજૂર

----------

ગીર સોમનાથ તા. ૧૭: ગીર સોમનાથ નગરપાલીકા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો. મંત્રી શ્રી દ્વારા લાભાર્થીઓને ચેક વિતરણ તેમજ પી.એમ.જે.વાય. કાર્ડ વિતરણ અને ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. તેમજ રાજ્યકક્ષાએ યોજાયેલ કાર્યક્રમ લોકોએ અને મહાનુભાવોએ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો.

            જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભર અને સ્વાવલંબી બને તે હેતુથી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વસહાય જૂથોને ૧૩૪ અરજીઓ મંજુર કરીને વિવિઘ બેન્કો દ્વારા રુ.૧.૩૪ કરોડનીની લોન-કેશ ક્રેડિટ મંજૂર કરવામાં આવી હતી. તેમજ રિવોલ્વીંગ ફંડ, સ્ટાર્ટ અપ ફંડ તથા કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ મળી કુલ-૩૭૭ સ્વ સહાય જુથોને રુ. ૭૭.૭૦ લાખ ફાળવવામાં આવ્યા હતા અને વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત ક્રેડિટ કેમ્પના માધ્યમથી શહેરી વિસ્તારનાં 30 સ્વ સહાય જૂથોને ૩૦ લાખ આપવામા આવ્યા અને કેશ ક્રેડિટ, રીવોલ્વીંગ ફંડ,કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ તથા શહેરી વિસ્તારનાં ૩૦ સ્વ સહાય જુથોને મળી કુલ ૨.૪૧ કરોડથી વધુ રકમ આપવામા આવી છે. 

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, સખી મંડળના માધ્યમથી બહેનો આત્મનિર્ભર બની ઉધોગ ક્ષેત્રે આગળ વધી રહી છે. મંત્રીશ્રીએ વાઈબ્રન્ટ વિશે વાત કરતા કહ્યુ હતુ કે, ડબલ એન્જીનની સરકાર ગુજરાતનો વિકાસ કરી રહી છે. આ સાથે જણાવ્યુ હતુ કે, સરકારની વિવિઘ યોજનાઓનો લાભ ગુજરાતના છેવાડાના લોકોને મળી રહ્યો છે. મા કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ જેવી આરોગ્ય યોજનાઓના કારણે લોકોને માંદગીના સમયમાં આર્થિક મુશ્કેલી ભોગવવી પડતી નથી. નાના ધંધા રોજગાર માટે પણ સરકાર લોન આપે છે સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓથી છેવાડાના લોકોનુ કલ્યાણ થાય તે માટે સરકાર કટિબધ્ધ છે.

આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજાએ જણાવ્યુ હતુ કે, સ્વ સહાય જુથની બહેનો એક એક રુપિયાની બચત કરીને પગભર થઈ છે. સખીમેળાઓમા બહેનો પોતાના હાથબનાવટની ચીજ વસ્તુઓ બનાવી અને વેચીને આર્થિક રીતે પગભર થઇ છે. પોતાના સંતાનોને અભ્યાસ કરાવવા કે અન્ય કામ માટે નાણાની જરૂરિયાત જ્યારે ઉભી થાય ત્યારે મુજવણ અનુભવતી નથી વધુમા બહેનોને સરકારની વિવિધ યોજનાઓ લાભ લેવા જણાવ્યુ હતુ.

             આ પ્રસંગે શાબ્દિક સ્વાગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વાસ્તવ અને આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મકવાણાએ કરી હતી તેમજ એનઆરએલએમ યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા અને મેડીકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ માનસીગભાઈ પરમાર, પૂર્વ બીજ નિગમના ચેરમેન શ્રી રાજશીભાઈ જોટવા, વેરાવળ તાલુકા પ્રમુખ સરમણભાઈ સોલંકી, ઉપાધ્યક્ષ અનુસુચિત જાતી મોરચો શ્રી જીતુભાઈ મણવર, શ્રી બચુભાઈ વાજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારી તેમજ પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં સખીમંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.