કેમેરામેન તથા જર્નાલિસ્ટશ્રી વિજયભાઈ જોટવાને સંસ્થાના અધ્યક્ષશ્રી કમલેશભાઈ બથીયા દ્વારા સન્માનપત્ર અને શાલ ઓઢાડી શ્રી દ્વારકાધીશનું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી વિશેષ સન્માન સહ સ્વાગત કરવામાં આવ્યું હતું

તાજેતરમાં ડી. ડી. ભારતી જર્નાલિસ્ટશ્રી વિજયભાઈ જોટવા દ્વારા કલા ક્ષેત્રે ‌ઉમદા સેવા આપી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ - સંસ્થાનો મુખ્ય હેતું (Indian Classical Music) શાસ્ત્રીય સંગીતનો પ્રચાર અને પ્રસાર હેતું સંગીતના વિદ્યાર્થીઓનો બહોળી સંખ્યામાં સંગીત ક્ષેત્રે વિકાસ થાય. એવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નો સંસ્થા દ્વારા થઈ રહ્યા છે. સંસ્થા દ્વારા સમયાંતરે લોક સંગીત, શાસ્ત્રીય સંગીત વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો, કલાકારોના સન્માન તથા સમયાંતરે નિ:શુલ્ક સંગીત તાલીમના પણ આયોજન કરવામાં આવે છે. સંગીત એ આત્માને પરમાત્મા સાથે ભક્તિથી ભેળવવાની એક સુંદર અનુભૂતિ છે. સંસ્થાની વિશેષ જાણકારી માટે જર્નાલિસ્ટશ્રી વિજયભાઈ જોટવા દ્વારા સૂરીલો સવાંદ કાર્યક્રમ યોજ્યો સંસ્થા દ્વારા જે સંગીત, નૃત્ય અને નાટ્યની મૃત:પાય થતી મૂળ કલાની સાચી ઓળખ સમજ અને આપણા સંગીતના મૂળ કલા વારસાની સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવે છે. એવી કલા સંસ્થા એટલે ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠની ડી. ડી. ભારતી દ્વારા મુલાકાત લીધી હતી અધ્યક્ષ કમલેશભાઈ આર. બથીયા તથા સંસ્થાના અધિકારી પરસોતમભાઈ કછેટીયા સાથે સૂરીલો સવાંદ યોજાયો જર્નાલિસ્ટશ્રી વિજયભાઈ જોટવાને સન્માનપત્ર તથા શાલ ઓઢાડી ભગવાન શ્રી દ્વારકાધીશનું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી વિશેષ સન્માન સહ સ્વાગત કરવામાં આવ્યું હતું તથા કેમેરામેન જયદીપભાઈ દેવમુરારી અને જયદીપભાઈ બારડને સન્માનપત્ર સહ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું ગુજરાતના જાણીતા સંતો પૂ. શ્રી ઈન્દ્રભારતી બાપુ તથા પૂ. શ્રી શેરનાથ બાપુ , પૂ. શ્રી વિજયબાપુ વગેરે અનેક સંતો, આશ્રમના સંતો મહંતો ના ઈન્ટરવ્યૂ લઈ અજાણી વાતો લોકો સમક્ષ મુકનાર ગુજરાતના જાણીતા જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવા આજે શોશિયલ મીડિયામાં ખુબ જ છવાયેલા છે. ડી. ડી. ભારતીમાં પ્રસારિત સાંસ્કૃતિક કાર્યક્રમ : સુરીલો સંવાદ " કે જે કલાકારની જીવનની વાતો ને રજુ કરે છે અને કલાકારના કલાના જીવનને રજુ કરે છે. પત્રકાર વિજયભાઈ જોટવા દરેક કલાકારોના ઘરે જઈ અને આખો દિવસ કલાકાર સાથે સંવાદ કરી કલાકારના જીવનની વાતો સાથે સાથે ગુજરાતી લોક સંગીત, શાસ્ત્રીય સંગીતની વાતો સંવાદ રૂપે કંડારી લોકો સમક્ષ મૂકે છે. અત્યારે આ કાર્યક્રમમાં વિજયભાઈ જોટવાને સૌથી વધારે વ્યૂઝ મળી રહ્યા છે. અને કાર્યક્રમને લોકો વધાવી રહ્યા છે. ડી. ડી. ભારતી માં પ્રસારિત થયેલા આ તમામ એપિસોડ વિજય જોટવા યૂ ટ્યૂબ ચેનલ અને વિજય જોટવા નામના ફેસબુક પેજ પર પણ જોઈ શકાય છે. ગુજરાત સરકારશ્રી માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા વિશેષ સન્માન થતાં જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવાને ઠેર ઠેરથી શુભેચ્છા, અભિનંદન વર્ષા થઈ રહી છે.