કાંકરેજ તાલુકાના ખોડલા પાસે ટ્રક ચાલક ને હાર્ટ એટેક આવતા સદનસીબે મોટી જાનહાનિટળી ...

 પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ખોડલા ગામ પાસે આવેલ હોટલ રેસ્ટોરન્ટ ભૈરવનાથ નજીક ટ્રક ચાલકને અચાનક છાતી ના ભાગે દુઃખાવો ઉપડતા તબિયત લથડી હતી ત્યારે આંતર રાષ્ટ્રીય રાજેસ્થાન ના ટ્રક ચાલક એ સમય સૂચકતા વાપરીને ટ્રક થોભાવી દીધી હતી ત્યારે ખોડલા ભૈરવનાથ હોટલ રેસ્ટોરન્ટ ના માલિકે તાત્કાલીક ધોરણે ખોડલા સરપંચ ને કૉલ કરી જાણ કરી હતી ત્યારે 108 શિહોરી ખાતે ટેલિફોન પર જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી ને ટ્રક ચાલક ડ્રાઈવર રાવ પ્રેમચંદ મદનલાલ ઉંમર વર્ષ 35 રહે . ભીમવાસ તાલુકો . કેકડી.જિલ્લો .અજમેર રાજ્યસ્થાન નો રહેવાસી હતો ત્યારે આ ઘટના બનતાં શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો પરંતુ "ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે એ વાત સાચી પડી"અને ડ્રાઈવર નું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું ત્યારે શિહોરી પોલીસ એ ઘટના સ્થળે પહોંચી ને વધુ તપાસ હાથ ધરી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં મૂકી હતી અને શિહોરી પોલીસ એ અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે તંત્ર દ્વારા જણાવાયું હતું કે ટ્રક ચાલક ડ્રાઈવર ને હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા