કડીના કુંડાળ સ્થિત અંબાજી માતાજી મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમસ્ત કુંડાળ ગામ પરિવાર દ્વારા આયોજન કરવામા આવ્યુ હતું. જે મહોત્સવનો સોમવારથી પ્રારંભ થયો હતો.
સોમવારે પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય બાદ યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. મંગળવારે સવારે ભવ્ય નગરયાત્રા અને રાત્રે અંબાજી માતાજી ચાચર ચોકમાં ભવ્ય રાસગરબા યોજાયા હતા. ત્રીજા દિવસે શુભ મુહૂર્તમા મુર્તિ પ્રતિષ્ઠા બાદ સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ કરાશે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ધારાસભ્ય કરશન સોલંકી સહિત અગ્રણીઓ અને રાજ રાજેશ્ર્વરી પીઠમના પૂજ્ય ઉર્વશી બા તેમજ દશામા મંદિરના પૂજ્ય હિરાબા આર્શીવચન આપવા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.
પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય પાટલાના યજમાન પદે પટેલ જડીબેન માણેકલાલ પરિવાર સહિત ગામના પરિવારોએ યથાયોગ્ય સહયોગ આપેલો છે. ગામની બહેન દીકરીઓને પટેલ કંકુબેન રણછોડદાસ(વિનોદભાઈ ,મહેન્દ્રભાઈ) પરિવાર ભેટના યજમાન બન્યા છે. મહોત્સવના પ્રથમ દિવસના ભોજનના દાતા પટેલ ગીતાબેન રમેશભાઈ ચતુરદાસ તથા પટેલ ઈન્દીરાબેન નારણભાઈ માણેકલાલ તેમજ બીજા દિવસના ભોજન દાતા પટેલ ખોડીદાસ કેશવલાલ તથા પટેલ જ્યોત્સનાબેન રમેશભાઈ ઈશ્વરભાઈ તેમજ ત્રીજા દિવસના ભોજનના દાતા પટેલ કંકુબેન રણછોડદાસ (વિનોદભાઈ,મહેન્દ્રભાઈ) તથા પટેલ જડીબેન માણેકલાલ મનોરદાસ પરિવાર યજમાન બન્યા છે.
કડીના કુંડાળ ગામે પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમજ મંગળવારે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. તેમજ કડીના કુંડાળ ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મંગળવારની રાત્રીએ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના ચોકમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનો તેમજ માઇ ભક્તો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. ગુજરાતની પ્રખ્યાત લોક ગાયક અભિતા પટેલે પોતાના સ્વરમાં ગરબા ગાઈને ખેલૈયાઓને ગરબે ખેલતા કરી દીધા હતા. તેમજ કડી તાલુકાના કુંડાળ ગામના તેમજ આજુ બાજુના લોકો ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા.