મહુવા તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બામણિયા સબ ડિવિઝન અને ઉચ્ચ અધિકારીની ટિમ દ્વારા વેલણપુર ગામે ઝાડી ફળિયામાં વીજ બિલ નહિ ભરનાર સામે કડક કાર્યવાહીના ભાગરૂપે વીજ મીટરનું જોડાણ બંધ કરી વીજમીટર કાપવા માટે ગયા હતા તે અરસામાં વેલણપુર ઝાડી ફળીયા ખાતે વીજ મીટર કાપ્યા બાદ સ્થાનિકો ઉગ્ર બની ગયા હતા સૌ પ્રથમ વીજ કંપની બામણિયા સબ ડિવિઝનના અધિકારી દ્વારા સમજાવટ કરવા છતાં મામલો થાળે પડ્યો ના હતો અને વીજ કંપનીના કર્મચારીઓનો ઘેરાવો કરવામાં આવ્યો હતો મામલાની ગંભીરતા જોતા જ વીજ કંપનીના અધિકારી દ્વારા પોલીસ કંટ્રોલ ના 100 નંબર પર જાણ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ સ્થાનિક 50 થી 60 મહિલાઓનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો વાતાવરણ અતિ તંગ બની ગયું હતું તેમજ વીજ કંપનીના કર્મચારીઓ માટે સુરક્ષાનો સવાલ જણાતા સ્થાનિક અધિકારી દ્વારા ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવતા કાર્યપાલક ઈજનેર અંકુર પટેલની સૂચનાથી 10 જેટલા મીટરો જે વીજ કંપની દ્વારા કાપી લેવામાં આવ્યા હતા તે બાકી લેણુંની વસુલાત વગર પરત પાછા લગાવી દેવામાં આવ્યા હતા ત્યારે વીજ કંપનીમા  મસમોટા બાકી લેણા ધરાવતા વીજ ગ્રાહકોને બાકી વસુલાત વગર જ વીજ મીટર પરત લગાવી દેવાની ઘટના અંગે મહુવા તાલુકામા ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે હાલ તો સમગ્ર ઘટના અંગે વીજ કંપની દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવનાર હોવાની માહિતી જાણવા મળે છે ત્યારે થોડા ઘણાં વીજ બિલો ભરનાર સામે વીજ મીટર કાપવામાં માહિર વીજ કંપનીના અધિકારીઓ વેલણપુર ગામે ઝાડી ફળિયા ખાતે કેમ ઘૂંટણિયે પડી ગયા હોય તે સૌથી મોટો સવાલ વીજ ગ્રાહકોના મનમાં ઉદ્દભવી રહ્યો છે