સુરેન્દ્રનગર ઈન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક એચ.પી.દોશી નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામા નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતિ ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે ગે.કા હથિયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે સુચના અન્વયે સુરેન્દ્રનગર એસ.ઓ.જીના પો.ઇન્સ. એસ.એમ.જાડેજા
ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ એમ.બી.પઢીયાર તથા એ.એસ.આઇ. જી.વી.મસીયાવા તથા એ.એસ.આઈ એમ.એ.રાઠોડ તથા એ.એસ.આઈ ડી.એમ.મોઘરીયા તથા હે.કો જયરાજસિંહ નાઓને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મળેલ
રાયસીંગભાઈ પશાભાઈ વલાણીયા (ચુ.કોળી) ઉ.વ.૪૮ ધંધો,ખેતી રહે. તરમણીયા ગામ તા.લખતર જ.સુરેન્દ્રનગરવાળા
ને અણીયારીના જુના માર્ગ ઉપર આવેલ સોડાસર તલાવડી પાસેથી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક ની કિ.રૂા.૨૫૦૦/- સાથે પકડી પાડેલ છે.
મજકુર ઇસમ વિરૂધ્ધમાં લખતર પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
> કામગીરીમાં રોકાયેલ અધિકારી/ કર્મચારીઓ :
(૧) પો.ઇન્સ.એસ.એમ જાડેજા
(૨) પો.સબ.ઈન્સ એમ.બી.પઢીયાર
(૩) એ.એસ.આઇ જી.વી.મસીયાવા
(૪) એ.એસ.આઇ. મગનભાઈ રાઠોડ
(૫) એ.એસ.આઈ. ડી.એમ.મોઘરીયા (૬) હે કો.જે.પી.ઝાલા
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.