જિલ્લા પંચાયતની બિલ્ડીંગ ખસ રોડ ઉપર બનેલી છે, વિશાલ ત્રણ માળનાં બિલ્ડીંગ માં અનેક વિભાગો કાર્યરત છે. આ વિભાગોમાં હરરોજ અપડાઉન કરતા કાયમી અને હંગામી કર્મચારીઓ પોતાના બાઈક અને અન્ય વાહનો સાથે જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં નોકરી માટે આવે છે, તદુપરાંત બોટાદ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ અરજદારો પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા પંચાયતની મુલાકાત લે છે. આ જિલ્લા પંચાયત બિલ્ડીંગ ની બાજુમાં સુંદર મજાનું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ પાર્કિંગમાં લાંબા સમયથી વાહનોને તાપ થી રક્ષણ મળે તે માટે લગાવેલાં છાપરા (પતરા) ગાયબ થઈ ગયા છે, રોજની સેકડો બાઇકો આ પાર્કિંગમાં મુકાતી હોય છે ત્યારે ઉનાળાના ધૂમ ધકતા તાપમાનમાં વાહનો ઉકળીને લાલચોળ થઈ જાય છે, ત્યારે વાહનની ટાંકીમાં રહેલું પેટ્રોલ પણ ઉડી જાય તેવી સ્થિતી હોય છે, ત્યારે મીડિયા ને જોઈ અરજદારો કહે છે કે જિલ્લા પંચાયતને જ્યારે વિકાસ યાદ આવે તો શરૂઆત આ જિલ્લા પંચાયતના પાર્કિંગ થી કરે.. ઘણા લાંબા સમયથી આ પાર્કિંગના પતરા ગાયબ છે અને અમારી બાઈકોને ભારે નુકસાન થાય છે,...!