ડીસા તાલુકાના વેળાવાપુરા નજીક સોમવારે સાંજે નીલગાય આડે આવતાં છોટાહાથી વાહન પલટી ગયું હતુ. જેમાં ગંભીર ઇજા થવાથી બે યુવકોના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સમૌ મોટા ગામથી પાંચ યુવકો ભાટસણ ગામે હિરા ઘસી પરત આવતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.ડીસા તાલુકાના સમૌમોટા ગામના પાંચ યુવકો ભાટસણ ગામે હિરા ઘસી સોમવારે સાંજના સમયે ઘરે પરત જવા માટે ભાટસણ ચોકડીએ આવ્યા હતા. જ્યાં છોટાહાથી નં. જીજે. 08. એ.યુ. 9235માં બેસી પરત ફરી રહ્યા હતા.
દરમિયાન વેળાવાપુરા નજીક નીલગાય આડે આવતાં ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં છોટાહાથી પલટી ગયું હતુ. અકસ્માતમાં અર્જુનસિંહ મોડણસિંહ જાદવ અને કિશનસિંહ ગણપતસિંહ જાદવને ગંભીર ઇજા થતાં મોત થયું હતુ. જ્યારે ભરતસિંહ મોડલ જાદવ, વકીલસીંગ ભમરસીંગ અને શૈલેષસીંગ પ્રહલાદસીંગને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. ભરતસીંહે ફરાર વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.