ડીસામાં આખલાએ રસ્તે ચાલતા અડફેટે લેતા મહિલા ઇજાગ્રસ્ત.....

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓ ના આતંક ની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે જેમાં આજે ગુલાબાણી નગર વિસ્તારમાં પણ 48 વર્ષીય અલકાબેન જગદીશભાઈ સોની પોતાના ઘર તરફ ચાલીને જઈ રહ્યા હતા તે સમયે અચાનક જ આખલાએ અલકાબેનને અડફેટે લઈ જમીન પર પછાડ્યા હતા. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.બનાવ ની જાણ થતાં મહિલા પરિવાર જનો પણ આવી પહોંચ્યા હતા. અલકાબેન ને મોઢાના ભાગે અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા હાલમાં તેઓ સારવાર હેઠળ છે