બનાસકાંઠા.... કાંકરેજ તાલુકાના રણાવાડા ખાલસા ગામની ઘટના સામે આવી મૃત પશુઓ ના શવ રહેણાંક વિસ્તારમાં ફેંકવાની રોગચાળો ફેલાવાની શક્યતા.... પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના રણાવાડા ખાલસા ગામમાં રહેણાંક વિસ્તારમાં ગામના સરપંચ ઉદેસિંહ દરબાર અને જીવરામ જોષી સહિત અન્ય આગેવાનો અને રાહદારીઓ મૃત પશુઓની દુર્ગંધ થી હેરાન પરેશાન ત્યારે હવે ગામના ઢોરવાડા ના લોકો દ્વારા રોગચાળા થી મરી ગયેલ પશુઓ જાહેરમાં ફેંકી દીધા છે ત્યારે સ્થાનિક રહેણાંક મકાનો માં રહેતા બ્રાહ્મણ કુટુંબના 40 લોકો અને અન્ય જ્ઞાતી ના લોકોએ પોતાના સ્વાસ્થ્ય માટે ખતરો છે એવું જણાવ્યું હતું ત્યારે પશુઓના મૃત હાલતમાં શવ ફેંકનાર લોકોએ પોતાના ઘરબાર છોડીને જતા રહેવા નું કહેવામાં આવતું હોવાના અહેવાલો મળ્યા છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના મામલતદાર શ્રી ભરતભાઈ દરજી સાહેબ અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીશ્રી જે. ડી. મહિડા દ્રારા આવા સંજોગોમાં ઘટના સ્થળે પહોંચી ને રૂબરૂ મુલાકાત લઈ ને યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે ત્યારે હવે રણાવાડા ખાલસા ગામમાં પશુઓ ના મૃતદેહો માટે કોઈ સુવિધા ઉપલબ્ધ છે કે નહિ? કે પછી કોઈ અન્ય વ્યક્તિ દ્વારા સ્થાનિક લોકો ને રોગચાળા ના ભરડામાં આવી જાય એવી સ્થિતિ માટે આવું કૃત્ય કર્યું છે એ તપાસનો વિષય છે ત્યારે હવે જાહેર રસ્તાઓ પર મૃત હાલતમાં પશુઓના મૃત હાલતમાં શવ ફેંકનાર કોણ? કોની મહેરબાની? આખરે જવાબદાર કોણ? આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સ્થળ નિરીક્ષણ કરી ને ગામના લોકો અને વિદ્યાર્થીઓ ને મદદરૂપ થઈ ને રોગચાળાથી બચાવવા માટે કાળજી તંત્ર રાખશે ખરા? કે પછી આવતાં જતાં રાહદારીઓ રોગચાળાના ભરડામાં સપડાયા તો કોની જવાબદારી? ખેર જોઇએ કે આખરે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? એ જોવું રહ્યું

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા