ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા પાલનપુરના 8 મા વાર્ષિકોત્સવ અને 2023-24ના દાયિત્વગ્રહણ સમારોહ પાલનપુર ખાતે યોજાયો.

             

ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરતી વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સંસ્કારોનું સિંચન કરવાના અનેકવિધ કાર્યક્રમો કરતી સંસ્થા ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખાનો 8 માં વાર્ષિકોત્સ્વ અને પદગ્રહણ સમારોહ પાલનપુર ખાતે રવિવારના રોજ યોજવામાં આવ્યો. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત મહેમાનો અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ત્યારબાદ વંદે માતરમ સમૂહ ગીત ગાઇને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો

     

જેમાં મુખ્યમહેમાન તરીકે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર,અતિથિ વિશેષ તરીકે ગુરુજી કી પાઠશાળાના ગીરીશભાઈ રાઠી, આર.ડી.સી ગાંધીનગર ભરતભાઇ જોષી,ગુજરાત ઉત્તરપ્રાંતના પ્રમુખ ઉર્વીશભાઈ પંડ્યા, બનાસકાંઠા જિલ્લા ડી.વાય.એસ.પી એમ.બી. વ્યાસ ,પાલનપુરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને શાખાના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલકથી સન્માન કરી મોમેન્ટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું 

          

કાર્યક્રમ આગળ વધતા શાખા પ્રમુખના સ્વાગત પ્રવચન બાદ શાખાના મંત્રી મયુરભાઈ જોષી અને મહિલા સંયોજક અંજનાબેન જોશી દ્વારા ગત વર્ષ દરમિયાન થયેલ 50 થી વધુ પ્રોજેક્ટરનો સુંદર અહેવાલ સભ્યો સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાર્યક્રમ આગળ વધતા ખજાનચી અલ્પેશભાઈ મહેશ્વરી દ્વારા ગત વર્ષે કરેલા આવક જાવકના હિસાબો સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા .   

           

સ્વાધીનતા કા અમૃત મહોત્સવ અંતર્ગત પાલનપુરની વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવેલ જેમાં બનાસકાંઠા પેન્શનર એસોસિયેશનના પ્રમુખ સુરેન્દ્રભાઈ એસ.વાઘેલા અને પીઆઇ બી.કે.જોષીનું શિલ્ડ અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એજ રીતે વિશિષ્ટ મહિલાઓની વિશિષ્ટ સેવાઓ બદલ શાખાના સભ્ય અને પૂર્વ પ્રાંત મહિલા સૈયોજિકા સોનલબેન મોઢનું અને સ્મિતાબેન જોષીનું યોગ કોઓર્ડીનેટરનું શિલ્ડ દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પ્રાંત ટ્રસ્ટી અને પૂર્વ નેશનલ સેક્રેટરી દિનેશભાઇ વોરા દ્વારા વર્ષ 2023-24 ની નવીન કારોબારીની જાહેરાત કરેલ.જેમાં પ્રમુખ તરીકે ફરીથી ભરતભાઇ જોષી, મંત્રી તરીકે લાલજીભાઈ જુડાલ અને ખજાનચી તરીકે અલ્પેશભાઈ મહેશ્વરીની વરણી કરવામાં આવેલી સાથે વિવિધ પ્રોજેક્ટ્સના સૈયોજકોની પણ જાહેરાત કરેલી.

            

કાર્યક્રમની રૂપરેખા મુજબ આમંત્રિત મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું . જેમાં પાલનપુર ભારત વિકાસ પરિષદના સ્થાપક સભ્ય અને ઉત્તર ગુજરાતમાં બિલ્ડરોમાં અગ્રણી નામના ધરાવતા ગીરીશભાઈ રાઠીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આપણે વર્ષ દરમિયાન કોપી પ્રોજેક્ટ ઘણા બધા કરીએ છીએ પણ હવે સમય આવી ગયો છે કે પાલનપુરની જનતાની સુખાકારી માટે કાયમી હોસ્પિટલ જેવો પ્રોજેક્ટ શરૂ કરીએ જેની માટે હું તન મન ધનથી સહયોગ આપીશ તેવું જણાવ્યું હતું. જે વાતનો હાજર મેમ્બરોએ તાળીઓના ગડગડાટ સાથે આ નિર્ણયને આવકાર્યો હતો.મહેમાનશ્રીઓના પ્રસંગોચીત્ત વક્તવ્ય બાદ નવા વરાયેલ મંત્રીશ્રીએ આભારવિધ કરી અને ત્યારબાદ રાષ્ટ્રીય ગીત ગાઇને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલો...