પાટણ 108 એમ્બ્યુલન્સ ના EMT વિજય રાઠોડ અને PILOT ગુલાબખાન બલોચ દ્વારા નવજાત બાળક ને કુત્રિમ શ્વાસ આપી નવજીવન આપ્યું.                                             

               

ગામ -અડિયા, તાલુકો -હારીજ, જિલ્લો -પાટણ ના વતની પૂનમબેન ગોપાલસિંગ સોલંકી, ઉંમર વર્ષ 22 ને બીજી સુવાવડ નો દુખાવો ઉપડતા તેમને નજીક ની 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક કરતા પાટણ સિવિલ હોસ્પિટલ લોકેશન ના સ્ટાફ EMT વિજય રાઠોડ અને PILOT ગુલાબખાન બલોચ તાબડતોડ દોડી આવીને તમને હોસ્પિટલ લઇ જતા લઇ જતા રસ્તા માં જ 108 માં સફળતા પૂર્વક ડિલિવરી કરાવી હતી. તેમાં EMT વિજય રાઠોડ દ્વારા ERCP ડોક્ટર ANJALI MAM નો સંપર્ક કરતા મહિલા દર્દી ને IV-Rl ની 500 ml ની એક બોટલ, Im-Oxytocin 5ML- 5ML Im ઈન્જેકશન બંને થાપે આપીને અને ફંડલ મસાજ કરતા કરતા નજીકની સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે વધુ સારવાર માટે શિફ્ટ કર્યા હતા.

          

તે સમય દરમિયાન બેબી boy બાળક ની ડિલિવરી 05:51 સમયે થતા ની સાથે જ બાળક ના vitals અબનોર્મલ જણાયા હતા. બેબી BOY નું આખું શરીર ભૂરું જણાયું અને તેમના VITALS માં બેબી BOY ના પલ્સ રેટ 50 પ્રતિ મિનિટ, રેસ્પીરેશન રેટ 20 પ્રતિ મિનિટ, ઓક્સિજન લેવલ 60% જેટલુ અનિયમિત જણાતા તેમને ફટાફટ EMT વિજય રાઠોડ એ ERCP DR ANJALI MAM નો સંપર્ક કરતા તેમને બેબી BOY ને ફટાફટ NEUNATAL AMBU માસ્ક થી કુત્રિમ શ્વાસ આપવાનું અને IV 100ML NS માં એક AMPULE ATROPINE ઈન્જેકશન આપીને AMBU BAG ઓક્સિજન સાથે કનેક્ટ રાખીને, હેલોજન લૅમ્પ ચાલુ રાખતા રાખતા હુંફાળું વાતાવરણ મળી રહે તે રીતે બેબી BOY ને ન્યુટ્રલ પોઝીશન આપીને વધુ સારવાર માટે નજીક ની બગવાડા સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે શિફ્ટ કર્યા હતા. ત્યાં સિવિલ હોસ્પિટલ પાટણ ના ઓન ડ્યૂટી DR BHAVIKA MAM અને સ્ટાફ એ 108 ના કર્મચારી EMT વિજય રાઠોડ અને PILOT ગુલાબખાન બલોચ ની આ ઉમદા કામગીરી માટે બિરદાવ્યા હતા.

                 

આમ 108 એમ્બ્યુલન્સ માં જ માતા ની ડિલિવરી કરાવી અને સાથે સાથે બાળક ને પણ કુત્રિમ શ્વાસ સાથે જરૂરી યોગ્ય દવાઓ આપીને બંને જીવ માતા અને બાળક ને નવજીવન બકસ્યુ હતું. આ સમગ્ર ઉમદા કામગીરી ને લીધે બાળક ના પિતા ગોપાલસિંગ એ 108 સિવિલ હોસ્પિટલ પાટણ લોકેશન ના EMT વિજય રાઠોડ અને PILOT ગુલાબખાન નો દિલ થી આભાર માન્યો હતો..