ડીસા પાટણ હાઈવે પર ખરડોસણ નજીક દૂધના ટેન્કર અને બાઈક ની સામ સામે ટક્કર..

ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડાયો..

ડીસા પાટણ હાઈવે પર આજે એક દૂધના ટેન્કરે બાઈક ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે..

જેમાં બાઇક ચાલક યુવક ને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો..

ડીસા પાટણ હાઈવે પર આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં જાબડીયા ગામ નો પ્રકાશ ઠાકોર નામનો યુવક બાઈક લઈને ખરડોશણ ગામ પાસે થી પસાર થઈ રહ્યો હતો..

તે સમયે વળાંકમાં સામે થી આવી રહેલા દૂધના ટેન્કર અને બાઇક સામ સામે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો..

ઘટના ને પગલે આજુ બાજુ ના લોકોના ટોળે ટોળાં એકઠા થઈ ગયા હતા, અને અકસ્માત માં બાઈક સવાર યુવક રોડ પર પટકાતાં તેને ઇજા પહોંચી હતી..

જેથી સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત બાઇક ચાલક ને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો..