જૂનાગઢ નવ નિયુક્ત કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ ચાર્જ સંભાળ્યો

ચાર્જ સંભાળ્યા પહેલા જગતજનની માં અંબાના દર્શન અને પૂજન અર્ચન કરી ધન્યતા વ્યકત કરી 

જૂનાગઢ રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર સાથે 109 જેટલા આઈએએસ ની બદલી કરવામાં આવી છે ત્યારે જૂનાગઢ કલેક્ટર રચિત રાજની બદલી અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે

જ્યારે જૂનાગઢ ના નવા કલેક્ટર તરીકે મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ અનિલ રાણાવસિયા ને બદલી જૂનાગઢના નવા કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવતા સરળ સ્વભાવથી જાણીતા અનિલ કુમાર રાણાવસિયાની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે કલેકટરનો ચાર્જ લેતા પહેલા જગતજનની મા અંબાના દર્શન અને પૂજન અર્ચન કર્યું હતું.

જૂનાગઢ જિલ્લા કલેકટર પદે નીમાયેલા નવનિયુક્ત કલેકટર અનિલ કુમાર રાણાવસિયાએ આજરોજ ગિરનાર પર બિરાજમાન જગતજનની માં અંબાના ભાવપૂર્વક દર્શન અને પૂજન અર્ચન કરી પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. વહેલી સવારે જિલ્લા કલેક્ટર અનિલ કુમારે જગતજનની માં અંબાની પૂજા-અર્ચના કરી હતી. મંદિર ટ્રસ્ટના મહંત તનસુખ ગીરીબાપુ દ્વારા કલેક્ટરને માતાજીની ચુંદડી પ્રસાદી સ્વરૂપે અર્પણ કરી પ્રજા માટે સેવાકીય વહીવટ કરવા આશીર્વાદ આપ્યા હતા.

શૈલેષ પટેલ...... જૂનાગઢ